Connect Gujarat
ગુજરાત

જામનગર: પાશ્ચાત્ય સંસ્કુતિના રંગે રંગાયેલી યુવા પેઢીએ મનાવ્યો “રોઝ –ડે”,ગુલાબ બન્યા મોંઘા

જામનગર: પાશ્ચાત્ય સંસ્કુતિના રંગે રંગાયેલી યુવા પેઢીએ મનાવ્યો “રોઝ –ડે”,ગુલાબ બન્યા મોંઘા
X

આજની યુવા પેઢીને વસંતપંચમી કાયરે આવશે તે પુછો યાદ નહીં હોય પણ વેલેન્ટાઇન ડે કયારે આવે છે તે ફટાક દઇને જવાબ આપી દેશ કે ૧૪ફેબ્રુઆરી, પાશ્ચાત્ય સંસ્કુતિના રંગે રંગાયેલી યુવા પેઢી વેલેન્ટાઇન વીકની ઉજવણી કરશે રોઝ ડે..., પીંક ડે..., ટેડીબૈયર ડે અને ચોકલેટ ડે જેવા દિવસોની ઉજવણી કરશે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="83625,83626,83627,83628"]

ત્યારે આજે રોજ ડેના દિવસે યુવાધન પરસ્પર ગુલાબની આપ-લે કરવા માટે બજારમાં ગુલાબની ખરીદી કરતા જોવા મળયા હતા. સામાન્ય દિવસોમાં ૧૦થી ૧૫ રૂપિયામાં મળતા ઇંગ્લીશ ગુલાબ આજે ૪૦ રૂપિયા જેટલી ડબલ રકમ માં મળી રહયા હતા. અમુક દુકાનોમાં વ્યાપક ખરીદીના કારણે ગુલાબ ગાયબ થઇ ગયા હતા અને દેશી ગુલાબ જ બચ્યા હતા.

ગુલાબ અને ટેડીબેર, ચોકલેટની આપલે કરતા યુવા હૈયાઓને એ ખબર નહી હોય કે પ્રેમ ની આપ-લે ના હોય, પ્રેમ લેવાનોના હોય તે મળી જવો જોઇએ જયારે યુવક-યુવતી ઓના પ્રેમ સબંધ સિવાય જગતમાં ભાઇ-બહેન, માતા-પિતા, પિતા-પુત્ર અને માતા-પુત્રના પણ પ્રેમ સબંધો હોય છે. કયારેક પિતાને પણ રોઝ આપી હેપી રોઝ ડે કહી શકાય ઉધારની સંસ્કુતિમાં કદાચ આ પ્રકારનો પ્રેમ જોવા મળવો અસંભવ છે. ત્યારે અનુકરણના બદલે ભારતીય સંસ્કુતિનું અમલીકરણ થાય તે જરૂરી છે.

Next Story