Connect Gujarat
ગુજરાત

જામનગર : પુલ ધરાશાયી થતા બારાડી ગામ બન્યું સંપર્ક વિહોણું

જામનગર : પુલ ધરાશાયી થતા બારાડી ગામ બન્યું સંપર્ક વિહોણું
X

જામનગરમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોળી બની છે. જામનગર-રાજકોટ રોડ ઉપર આવેલ બારાડી ગામ નજીકનો પુલ ધરાશાયી થતાં આખેઆખું ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલ બારાડી ગામ તરફ જવાનો એકમાત્ર માર્ગ હોય તો તે બેરાજા ગામ પાસેથી પુલ ઉપરથી પસાર થઈને જવાનો માર્ગ છે. ભારે વરસાદના કારણે પુલનો મોટાભાગનો હિસ્સો ધરાશાયી થઈ જતાં બારાડી ગામ તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. આશરે ૩૦૦થી ૪૦૦ લોકોની વસ્તી ધરાવતું ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.

અગાઉ એક વર્ષ પહેલા જ પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું. પુલ ધોવાઈ જતાં ગ્રામજનોને પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પ્રબળ આશંકા છે. પુલના બાંધકામમાં સિમેન્ટની જગ્યાએ માટી વપરાયાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. પુલ ધરાશાયી થવાની ઘટનાની કલાકો બાદ એક પણ સરકારી અધિકારી કે રાજકીય નેતા આ ગામની મુલાકાતે ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો. વહેલી તકે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તેથી સંપર્ક વિહોણા બનેલ બારાડી ગામના લોકોનો સંપર્ક થઈ શકે અને ગામનો વાહન વ્યવહાર પૂર્વવત થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે

Next Story