Connect Gujarat
ગુજરાત

જામનગર પોલીસની એન્ટિરોમિયો સ્કોવોડે ત્રણ યુવકોને રોમિયોગીરી કરતાં ઝડપી પાડ્યા

જામનગર પોલીસની એન્ટિરોમિયો સ્કોવોડે ત્રણ યુવકોને રોમિયોગીરી કરતાં ઝડપી પાડ્યા
X

જામનગરના તળાવની પાળ વિસ્તાર માંથી પોલીસની રોમિયો સ્કોવોડે ત્રણ જેટલા રોમિયોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય રોમિયોને પકડી પાડીને પીએસઆઈ દ્વારા માફી પત્ર લખાવી ફરીથી જાહેરમાં ક્યાય પણ આવું વર્તનના કરવાની સૂચના આપવામાં આવી હતી.

જામનગરના સતત ચહલપહલ રહેતી અને રોજના હજારો લોકો મુલાકાત લેતા તળાવની પાળથી પોલીસની રોમિયો સ્કોવોડે આજે સાંજે ત્રણ યુવકો ને રોમિયોગીરી કરતાં ઝડપી પાડ્યા હતા. તળાવની પાળ શહેર નું ફરવા લાયક સ્થળ હોય તેમજ મેઇન રોડ પણ અંહી થી જ નીકળતો હોવાથી મોટી સંખ્યા માં શહેરીજનોએ અંહી જોગિંગ માટે, હરવા - ફરવા અથવા પોતાના કામકાજ માટે નીકળતા હોય છે. ત્યારે કેટલાક યુવકો અંહી આવી બાઇકની રેસ લગાવતા હોય છે. તેમજ યુવતીઓની પજવણી કરતાં હોય છે. જેને કાબૂમાં લેવા માટે જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા એંટીરોમિયો સ્કોવોડ બનાવવામાં આવ્યું છે. આ એન્ટિરોમિયો સ્કોવોડ મહિલા કોલેજ તળાવની પાળ તેમજ અનેક જાહેર જગ્યાએ ફરતી હોય છે. અને રોમિયોગીરી કરતાં યુવકો ને પકડી પાડીને સબક શિખડાવે છે.

ત્યારે આજે સાંજે આ જ રોમિયો સ્કોવોડે તળાવની પાળે રોમિયોગોરી કરતાં ત્રણ યુવકો ને પકડી પાડી શહેર ના સિટી બી ડિવિઝન પાસે આવેલા મહિલા પોલીસ સ્ટેશને લાવી ને ઉઠક બેઠક કરાવી હતી. અને માફીપત્ર લખાવી ફરીથી જાહેરમાં આવું વર્તન ના કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું

Next Story