Connect Gujarat
ગુજરાત

જામનગર : ભવિષ્યના તબીબોએ ડેન્ગ્યુ સામે ભીડી બાથ, મેડિકલના ૩૦ છાત્રોએ હોસ્પીટલમાં જ આપી પરીક્ષા

જામનગર : ભવિષ્યના તબીબોએ ડેન્ગ્યુ સામે ભીડી બાથ, મેડિકલના ૩૦ છાત્રોએ હોસ્પીટલમાં જ આપી પરીક્ષા
X

જામનગર શહેરમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત છે, ત્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ હોસ્પીટલમાં ઊભા કરાયેલા ખાસ વોર્ડમાં બેડ પર બેસીને પરીક્ષા આપી હતી.

જામનગર શહેરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિધાર્થીઓએ ડેંગ્યુની ચાલુ સારવાર સાથે પરીક્ષા આપી હતી. ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ એમબીબીએસના બીજા વર્ષના ૩૦ જેટલા વિદ્યાર્થીઓનું મનોબળ બીમારી પણ તોડી શકી ન હતી. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂની અસર થઈ હતી. જેમાં ૧૫ જેટલા વિધ્યાર્થીઓની સારવાર હાલ ચાલી રહી છે, ત્યારે એમબીબીએસ બીજા અને ત્રીજા વર્ષની પરીક્ષા આપી રહેલ ૧૫ વિધાર્થીઓ પૈકી ૪ ડોક્ટરોએ આજે બીમારીની હાલતમાં જ પરીક્ષા આપી અન્ય વિધ્યાર્થીઓ માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પોતાની કારકિર્દી માટે છાત્રોએ તેમના સ્વાસ્થ્યની પણ પરવાહ કરી ન હતી. મેડિકલ કોલેજ ના જણાવ્યા મુજબ આ તબીબી વિધ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જામનગર શહેરમાં એક હજારથી વધુ લોકો ડેન્ગ્યુના ભોગ બન્યા છે, જેમાંથી ૧૨ લોકોના મોત નિપજ્યા છે. મેડિકલ કોલેજના વિધાર્થીઓ ડેન્ગ્યુના શિકાર બનતા તાત્કાલિક તમામ વિધાર્થીઓને સારવાર આપવામાં આવી રહી છે અને બીમાર વિદ્યાર્થીઓની બેડ પર જ પરીક્ષા લેવામાં આવી રહી છે.

Next Story