Connect Gujarat
ગુજરાત

જામનગર: મહાનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં યોજાઇ ઓપન સૌરાષ્ટ્ર સ્વિમિંગ સ્પર્ધા

જામનગર: મહાનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં યોજાઇ ઓપન સૌરાષ્ટ્ર સ્વિમિંગ સ્પર્ધા
X

અનેક જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ તરણવીરો જામનગરના મહાનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.

50 મીટર અને 100 મીટર નું અંતર સ્પર્ધકોએ ઝડપથી પસાર કરવાનું હતું

14 વર્ષ થી નીચેના સ્પર્ધકો19 વર્ષ થી નીચેના સ્પર્ધકો 580 વર્ષ હતી.

અલગ અલગ વિભાગોમાં કુલ135 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

નેશનલ મેરિટાઈમ ડે સેલિબ્રેશન કમિટી અને નવાનગર ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસિએશન દ્વારા જામનગર માં ઓપન સૌરાષ્ટ્ર સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન આક્રવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ના અલગ અલગ જિલ્લાઓમાંથી 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિજેતા સ્પર્ધકો ને આયોજકો દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

જામનગર ઉપરાંત રાજકોટ જુનાગઢ સહિત અનેક જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ તરણવીરો જામનગર ના મહાનગર પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ માં યોજાયેલી ઓપન સૌરાષ્ટ્ર સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા સ્પર્ધાનું ઉદઘાટન જિલ્લા કલેકટર રવિશંકર મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઈ દ્વારા કરવામાં આવ્યું હતું ઓપન સૌરાષ્ટ્ર સિવિમિંગ સ્પર્ધા માં બે વિભાગ માં યોજવામાં આવી હતી જેમાં 50 મીટર અને 100 મીટર નું અંતર સ્પર્ધકોએ ઝડપથી પસાર કરવાનું હતું 14 વર્ષ થી નીચેના સ્પર્ધકો 19 વર્ષ થી નીચેના સ્પર્ધકો 580 વર્ષ હતી નીચેના સ્પર્ધકો ની ઉમર ના અલગ અલગ વિભાગો માં કુલ 135 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેને સ્પર્ધાના હીરો અને મુખ્ય મહેમાન મંત્ર જિતેન્દ્રભાઈ હરખાણી જે સ્વિમિંગ માં ગોલ્ડ મેદલિસ્ટ છે તેમના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા.

Next Story