Connect Gujarat
ગુજરાત

જામનગર: રાજ્યમંત્રી દ્વારા શહેરમાં અલગ અલગ વોર્ડમાં સ્નેહમિલન અને લોકસંવાદ કાર્યક્રમનું કરાયું આયોજન

જામનગર: રાજ્યમંત્રી દ્વારા શહેરમાં અલગ અલગ વોર્ડમાં સ્નેહમિલન અને લોકસંવાદ કાર્યક્રમનું કરાયું આયોજન
X

જામનગરમાં રાજ્યમંત્રી દ્વારા શહેરમાં અલગ અલગ વોર્ડમાં સ્નેહમિલન અને

લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્યમંત્રી દ્વારા લોકો ને

પ્લાસટીક મુકત ભારત ના અભિયાન માં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 5 માં રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ

જાડેજા દ્વારા નવા વર્ષના સ્નેહમિલનમાં આ વિસ્તારના રહેવાસીઓને આ વર્ષ સુખ સમૃધ્ધિ

શાંતિ અને સૌની મન ની મનોકામના પૂરી થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ સતત સાતમા વર્ષે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે

પ્રજાની વચ્ચે જઈને વિકાસના કરેલા કામોનું હિસાબ લોકો સમક્ષ મૂકયો હતો તેમજ

વિસ્તારના લોકોને રૂબરૂ મળીને તેમના પ્રશ્નો અને વિસ્તારની સમસ્યા વિષે માહિતી

મેળવી હતી અને તમામ કામો અને પ્રશ્નો વહેલીતકે થઈ જાય તે વિશ્વાસ આપ્યો હતો. આ

ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના પ્લાસ્ટિક મુક્ત ભારત નો સંદેશો લોકો સુધી

પહોંચાડી પ્લાસ્ટિકની જગ્યાએ કાગળની બેગ નો ઉપયોગ કરવા લોકોને અપીલ કરવામાં આવી

હતી અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કાગળની બેગનું વિતરણ કરવામાં

આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ કોર્પોરેટર કરસનભાઈ કરમૂર, ધર્મરાજસિંહ

જાડેજા, ડીમ્પલબેન રાવલ, બિનાબેન

કોઠારી તેમજ ભાજપ ના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ

અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story