Connect Gujarat
ગુજરાત

જામનગર: લોકસભાની બેઠકને લઈ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોનું બહાર આવ્યું સોશિયલ મીડિયા યુદ્ધ

જામનગર: લોકસભાની બેઠકને લઈ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોનું બહાર આવ્યું સોશિયલ મીડિયા યુદ્ધ
X

કહેવાય છે રાજકારણથી ગંદી રમત કોઇ નથી અંહિ કોણ કોનો અને કેવી રીતે ઉપોગ કરી શકે છે તે કંઇ નક્કી જ નથી હોતું ઘણીવખતતો જેનો ઉપયોગ થઇ ગયો હોય છે તેને પણ બહુ મોડી-મોડી ખબર પડે છે કે તેમનો ઉપયોગ થઇ ગયો...!! એક સમયે ગોધરાકાંડ પછી નરેન્દ્ર મોદીની ખુરશી બચાવનાર એલ.કે.અડવાણીની ખુરશી ખુદ નરેન્દ્ર મોદીના રાજમાં છીનવાઇ ગઇ છે, જામનગરની લોકસભાની બેઠક માટે જેમનું નામ જોરશોરથી ચર્ચાતુ હતું તે રીવાબાને ટીકીટ ન મળી અને સીટીંગ સાંસદ પૂનમબેન માડમના નામની પાર્ટીએ જાહેરાત કરી દેતા ક્ષત્રિય સમાજની મહિલાઓનું સોશ્યલ મીડીયા વોર બહાર આવ્યું છે જે ભાજપને આગામી સમયમાં નુકશાન કરી શકે તેમ છે.

ક્ષત્રિય મહિલા આગેવાન ભાવનાબા જાડેજાએ સોશ્યલ મીડીયાના માધ્યમથી ભાજપ દ્વાર રીવાબાને અન્યાય થયા અંગેનો વસવસો વ્યકત કરતા પ્રતિષ્ઠિત રાજકારણી અને કરણીસેનાના મહિલા પ્રદેશ પ્રમુખ રીવાબાને લોલીપોપ આપ્યાનું જણાવ્યું હતું અને રીવાબાનો હાથા તરીકે ઉપયોગ થયો છે ત્યારે જામનગરથી તેઓ ઉમેદવારી નોંધાવી જીતશે તેવી આશા ભાવનાબા એ વ્યકત કરી હતી.

એક તરફ હાર્દિક પટેલની જામનગરની ઉમેદવારીનું ટેન્સન ભાજપને સતાવી રહ્યું છે ત્યાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાન દ્વારા આ રીતે ખુલ્લેઆમ સમાજને અન્યાય થયો હોવાની વાતો સોશ્યલ મીડીયાના માધ્યમથી વેહતી થતા ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ભાવનાબા જાડેજાની ઉમેદવારી કરવાની વાત અને રીવાબા જાડેજાને લોલીપોપ આપવાની વાત પછી તુરંત ભાજપા ડેમેજ કોન્ટ્રોલ કરવામાં લાગી ગયું હતું અને રીવાબા જાડેજા પાસે અપીલ કરાવવામાં આવી કે તેઓ ભાજપના કાર્યકર્તા છે ભાવનાબા સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમજ ક્ષત્રિય સમાજને કોઇ અન્યાય થયો નથી તાજેતરમાં જ હકુભાને મંત્રીપદ આપી ભાજપે વધુ સારૂ મહત્તવ સમાજને આપ્યું છે.

રજપુત સમાજની મહિલાઓ દ્વારા ઓજલ છોડી ખુલેઆમ સોશ્યલ મીડીયામાં થતી ટીકા-ટીપ્પણીઓ અને દાવા-પ્રતિદાવા આગામી સમયમાં કેવો રંગ લાવે છે અને કોને ફાયદો કરાવશે કે નુકસાન તે તો સમય જ કહેશે.

Next Story