Connect Gujarat
દેશ

જુઓ નાણાંમંત્રાલય ની “હલવા” સેરેમની

જુઓ નાણાંમંત્રાલય ની “હલવા” સેરેમની
X

દરેક દેશની અલગ-અલગ સંસ્કૃતિ હોય છે અને વિવિધતા પણ અલગ અલગ હોય છે ભારત દેશની વિવિધતા એ છે કે આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પેહલા મોઢું મીઠું કરીએ છીએ..શું તમે જાણો છો કે એ પ્રથા આપણાં નાના મંત્રાલય માં પણ ચાલે છે..? જી હા જ્યારે પણ નાણાંમંત્રાલય દ્વારા નવું બજેટ પ્રિન્ટ કરવામાં આવે છે એ પૂર્વે તમામ કર્મચારીઓ ને હલવો બનાવીને ખવડાવવામાં આવે છે.

આપણો દેશ વિવિધતાથી ભરેલો દેશ છે અને આપણાં દેશમાં વિવિધ સમાજોમાં અલગ અલગ રીતિ રિવાજ રહેલા હોય છે,જેમાં એક રીતિ જે દરેક સમાજમાં સામાન્ય હોય છે અને એ છે મોઢું મીઠું કરાવવાની રીતિ,કોઈ પણ સુખદ પ્રસંગે અથવા કોઈ સારા કર્યાની શરૂઆત કરતાં પેહલા આપણે સૌને મોઢું મીઠું કરાવતા હોઈએ છીએ અને ત્યાર બાદ કર્યાની શરૂઆત કરતાં હોઈએ છીએ આપણાં દેશની માન્યતા પ્રમાણે મોઢું મીઠું કરવાથી કોઈપણ કર્યા કરવામાં આવે એને સફળતા મળતી હોય છે

તો પ્રથા માત્ર આપણાં સમાજના રીતિ રિવાજોમાજ સીમિત નથી પરંતુ આ રિવાજ આપણાં નાણા મંત્રાલયમાં પણ વર્ષોથી ચાલતો આવ્યો છે જ્યારે પણ સરકાર બજેટ ને પ્રિન્ટ કરાવે છે એ પેહલા તમામ કર્મચારીઓ ને હલવો બનાવી ને ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ બજેટને પ્રિંટમાં મોકલવામાં આવે છે અને એની ઓપચારિક શરૂઆત કરવામાં આવે છે તો આ વખતે પણ બજેટ પ્રિન્ટ થાય એ પેહલા નાણામંત્રાલય દ્વારા હલવા સેરેમની નું આયોજન કરવામાં આવ્યું છે તમામ કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા હલવો બનાવીને એકબીજા નું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું અને નાણામંત્રીએ કહ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ બજેટ વિકાસલક્ષી હશે.

Next Story