Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : તસ્કરોનું કારસ્તાન..! અગતરાય ગામની ગ્રામીણ બેંકમાં આગ લગાવી ફરાર

જુનાગઢ : તસ્કરોનું કારસ્તાન..! અગતરાય ગામની ગ્રામીણ બેંકમાં આગ લગાવી ફરાર
X

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામ સ્થિત ગ્રામીણ બેંકમાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બેંકમાં ચોરીના ઇરાદે પ્રવેશેલા તસ્કરો બેંકમાં આગચંપી કરી ફરાર થઇ ગયા હોવાની પ્રબળ શકયતા છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામે આવેલ ગ્રામ્ય બેંકમાં આગ લાગતા બેંકમાં રહેલ તમામ દસ્તાવેજી પુરાવાઓ બળીને ખાખ થઇ ગયાં છે. અગતરાય ગામમાં આવેલી ગ્રામીણ બેંકમાં તસ્કરો વહેલી સવારે ચોરી કરવાના ઇરાદે તસ્કરો આવ્યાં હતાં. પરંતુ ચોરીનો પ્રયાસ કરવામાં તસ્કરો નિષ્ફળ જતા ઉશ્કેરાઈ જઈ બેંકમાં આગચંપી કરી ફરાર થઇ ગયાં હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવાઇ આવી રહ્યું છે. સવારના સમયે સ્કૂલ જતા વિદ્યાર્થીઓએ સરપંચને જાણ કરી હતી કે, ગ્રામ્ય બેંકના તાળા તૂટેલા છે, અને બેંકની અંદરથી વિકરાળ સ્વરૂપે આગની જ્વાળા દેખાઈ રહી છે. અગતરાય ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ લાગવાના બનાવમાં બેંકમાં રહેલ રૂપિયા ૧.૧૬ લાખની રોકડ રકમ પણ સળગી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આગને પગલે જુનાગઢ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Next Story