Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : માણાવદરના કોંગી ધારા સભ્ય જવાહર ચાવડાએ આપ્યું રાજીનામુ

જુનાગઢ : માણાવદરના કોંગી ધારા સભ્ય જવાહર ચાવડાએ આપ્યું રાજીનામુ
X

સૌરાષ્ટ્રમા રાજકારણમા ઉથલ પાથલ કોંગ્રેસના જવાહર ચાવડાએ આપ્યું રાજીનામું કોંગ્રેસના કાંગરા ખરી પડયા, માણાવદરના જવાહર ચાવડાએ કેશરીયો લહેરાવ્યો.

ગુજરાત રાજકારણામા ઉથલપાથલ ગઈ કાલે ગુજરાતમા એવી અફવાફેલાઇ હતી કે ભાજપ કોઇ પર સજિકિલ સ્ટ્રાઇક કરી શકે છે. પરંતુ કોંગ્રેસના પાંચ માંથી ચાર ધારાસભ્યોએ મીડિયા સામે આવીને અ વાતને નકારી દીધી છે. પરંતુ આ વાતની આજે સાબિતી મળી ગઇ છે. આજે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે .સૌરાષ્ટ્રમાંથી વધુ એક કોંગ્રેસ ધારા સભ્યએ રાજીનામુ જાહેર કર્યું છે, જેથી કોંગ્રેસના રાજકારણમા મોટો ભૂકંપ સર્જાયો છે.

સૌરાષ્ટ્રના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યાનું સામે આવ્યું છે, જવાહર ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદીને મળીને લેખિતમ રાજીનામું આપ્યું છે. તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે.તેમને પોતાના પત્રમાં કઇ કારણ દર્શાવ્યું નથી.

તો બીજી તરફ જવાહર ચાવડાએ ભાજપ સાથે હાથ મિલાવી કેશરીયો ધારણ કર્યો હતો, ભાજપના કાર્યકરો સાથે મીઠા મોઢા કર્યા હતા અને હાથ મલાવ્યો હતો, સમાચાર એવા પણ છે કે જવાહર ચાવડા ને કોઈ મિનિસ્ટ્રી પદ આપવામાં આવશે,તો જવાહર ચાવડાના કોંગ્રેસના રાજીનામા અને ભાજ ના કેશરીયો ધારણ કરવા થી રાજકારણમા મોટી ઉથલ પાથલ થઈ જવા પામી હતી, જવાહર ચાવડા સતત ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે , ખેડૂતોના નેતા તરીકે પણ લોકો જવાહર ચાવડાને પસંદગી કરે છે.

Next Story