Connect Gujarat
Featured

જુનાગઢ : વર “વામન” અને કન્યા “વિરાટ”, જુઓ 5.30 ફૂટની કન્યાના 3 ફૂટના વર સાથે થયા અનોખા લગ્ન

જુનાગઢ : વર “વામન” અને કન્યા “વિરાટ”, જુઓ 5.30 ફૂટની કન્યાના 3 ફૂટના વર સાથે થયા અનોખા લગ્ન
X

આપ સૌ જાણો છો તેમ, વામન એટલે કદમાં નાનું અને વિરાટ એટલે કદમાં મોટું, ત્યારે જુનાગઢ શહેરમાં 3 ફૂટનો વામન યુવાન અને 5.30 ફૂટની વિરાટ યુવતીનો અનોખો લગ્નપ્રસંગ યોજાયો હતો. જુઓ અમારો વિશેષ અહેવાલ... વામન-વિરાટના અનોખા લગ્ન...

જુનાગઢ શહેરમાં વામન અને વિરાટના અનોખા લગ્ન યોજાયા છે. એક સેવાભાવી સંસ્થાના પ્રયાસથી લગ્ન સમારંભ સંપન્ન થયો છે. જેમાં જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવી કન્યાના ઓછી ઊંચાઈ ધરાવતા યુવાન સાથે લગ્ન થયા છે. સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી કન્યાના 3 ફૂટની ઉંચાઈ ધરાવતા યુવાનના લગ્ન રંગેચંગે સંપન્ન થયા છે.

જુનાગઢમાં બી.એડ.નો અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ કન્યા અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાન લગ્નગ્રંથિથી જોડાયા છે. સત્યમ સેવા મંડળ નામની સેવાભાવી સંસ્થા દ્વારા સુંદર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સત્યમ સેવા મંડળ દ્વારા અત્યાર સુધીમાં 1800 જેટલી કન્યાઓના કરીયાવાર સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે, ત્યારે ફરી એકવાર સત્યમ સેવા મંડળ દ્વારા વામન યુવાન અને વિરાટ યુવતીના અનોખા લગ્ન કરાવીને સેવાની સુવાસ ફેલાવવામાં આવી છે.

Next Story