Connect Gujarat
ગુજરાત

જુના માર્કેટ યાર્ડમાં લાગેલ આગ માનવ સર્જિત હોવાનું બહાર આવ્યું, જુવો સીસીટીવી

જુના માર્કેટ યાર્ડમાં લાગેલ આગ માનવ સર્જિત હોવાનું બહાર આવ્યું, જુવો સીસીટીવી
X

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ખાલી બારદાન જ્યાં રાખવામાં આવ્યા હતા તે પ્લેટફોર્મ પર આગ લગાડવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. મંગળવારે સાંજે 7:07 કલાકે કોઈ બંડીધારી માણસ બહાર નીકળે છે અને ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જો કે, સીસટીવી ફૂટેજમાં માણસ બહાર નીકળતો દેખાય છે, પણ તે કયારે અંદર ગયો તે હજુ દેખાયું નથી. આગ લગાડનાર માણસ કોઈ યાર્ડના જ વેપારીનો મજૂર માણસ હોવાની શંકા યાર્ડના સત્તાધીશોએ વ્યક્ત કરી છે. ત્યારે આ આગ મામલે સી.સી.ટી.વી. સામે આવ્યા છે. હાલતો પોલીસ શંકા ને આધારે બંડીધારી વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

અંદાજીત 18 કરોડનુ નુકશાન થયુ હતુ

ગુજકોટના સૌરાષ્ટ્ર એરીયા મેનેજર મગનભાઈ ઝાલાવાડિયાએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે આગ લાગવાથી અંદાજિત 18 કરોડ નુકસાન થવા પામ્યુ છે. તો સાથો સાથ 25 લાખ જેટલા બારદાન ભસ્મિભુત થઈ ચુક્યા છે. જ્યા આગ લાગી ત્યા સમગ્ર સૌરાષ્ટ્રના બારદાન નો જથ્થો રાજકોટ યાર્ડમાં રાખવામાં આવતો હતો.

સમગ્ર મામલે જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા તપાસના આદેશ આપવામા આવ્યા

રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડ માં ગુજકોટ દ્વારા ખરીદ કરવામા આવેલ બારદાનના જથ્થામા આગ લાગી હતી. અંદાજે 25 લાખ બારદાનનો જથ્થો ભસ્મિભુત થઈ ચુક્યો છે. તો સાથો સાથ અંદાજીત 18 કરોડનુ નુકશાન પણ થવા પામ્યુ છે. જો કે સમગ્ર મામલે જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા તપાસના આદેશ પણ આપવામા આવ્યા છે.

Next Story