Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ : કરોડોનું ફૂલેકું ફેરવનાર રાજસ્થાનની ત્રિપુટીની ધરપકડ, ત્રણ મોદીએ કરી વકીલ સાથે ઠગાઇ

જૂનાગઢ : કરોડોનું ફૂલેકું ફેરવનાર રાજસ્થાનની ત્રિપુટીની ધરપકડ, ત્રણ મોદીએ કરી વકીલ સાથે ઠગાઇ
X

રાજસ્થાનની

આદર્શ ક્રેડીટ કો.ઓ.સો.ના બે ચેરમેન અને એક સીઈઓની જૂનાગઢ પોલીસે જયપુર જેલમાંથી

કબજો મેળવીને છેતરપીંડીના એક કેસમાં ધરપકડ કરી છે. આ ક્રેડીટ સોસાયટીની દેશભરમાં

૭૦૦ જેટલી બ્રાંચ આવેલી છે, તેની સામે સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લા-શહેરોમાં ફરિયાદો પણ થયેલી છે. ત્યારે

જુનાગઢના એક એડવોકેટ સાથે ૪ લાખની ઠગાઈ કરવા મામલે પોલીસે તેની ધરપકડ કરી છે.

જૂનાગઢના બસ સ્ટેન્ડ સામે પ્રીઝમ

કોમ્પ્લેક્ષના પહેલા માળે ઓફીસ ધરાવતી આદર્શ ક્રેડીટ કો.ઓ.સો.ની બ્રાંચ હતી, જેમાં અનેક લોકોએ નાણા રોક્યા

હતા. આ સોસાયટીના ચેરમેન રાહુલ મોદી અને મુકેશ મોદી તેમજ સીઈઓ સમીર મોદી સહિતના સામે જૂનાગઢના માંગનાથ મંદિર પાસે

અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ પ્રશાંત ઉનડકટે બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ સોસાયટીમાં બચત ખાતું ધરાવતા

હતા, તે ઉપરાંત તેમણે કુલ તેમના નામે તેમજ તેમની પત્નીના નામે ૪ લાખથી વધુનું રોકાણ

કર્યું હતું, જે રકમ સોસાયટીના સંચાલકોએ નહી આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોધાવી હતી.

સૌરાષ્ટ્રમાં

અનેક શહેરોમાં તેમજ તાલુકા મથકોએ આ ક્રેડિટ સોસાયટીની બ્રાંચ આવેલી છે. આ

સિવાય અમદાવાદ ખાતે તેની હેડ ઓફીસ અને દેશમાં કુલ ૭૦૦ જેટલી ઓફિસો છે. મોટા ભાગના

સ્થળે તેમની ઓફિસો બંધ થઈ ગયાનું જાણવા મળ્યું છે. જે મામલે બી’ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી રાહુલ વિરેન્દ્ર મોદી, મુકેશ પ્રકાશરાજ મોદી અને સમીર

ભરત મોદીની જયપુર જેલમાંથી કબજો મેળવ્યો હતો. આ ત્રણેય આરોપીઓની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં

રજુ કરવામાં આવ્યા હતા.

Next Story