Connect Gujarat
દેશ

જેપીઅલીગઢ ઘટના : હિન્દૂ યુવા વાહિની અને જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા આરોપીઓને સખત સજાની માગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું

જેપીઅલીગઢ ઘટના : હિન્દૂ યુવા વાહિની અને જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા આરોપીઓને સખત સજાની માગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું
X

ઉત્તર પ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસુમ દિકરી સાથે અમાનવિય કૃત્ય કરીને કરપીણ હત્યા મામલાને વખોડી કાઢીને હિન્દૂ યુવા વાહિની અને જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા આરોપીઓને સખત સજાની માગણી સાથે ઓરવાડા શિવાનંદ આશ્રમના માં કલ્યાણદાસજી બાપુની આગેવાની હેઠળ ગોધરા કલેકટર કચેરી ખાતે આવીને નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

મળતી વીગતો અનુસાર ઉત્તર પ્રદેશના અલીગઢમાં બનેલી માસૂમ દીકરી ટ્વિંકલ શર્મા ઉપર અમાનુષી ઘટનાનો બનાવ બન્યો તે બનાવ મીડિયાના માધ્યમથી જાણી ખૂબ દુઃખી થયેલ છે અને આઘાતની લાગણી અનુભવીએ છે.આવી ઘટના ક્યારેય ન બને અને કસૂરવારોને સજા મળે તે હેતુથી આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના અલીગઢમાં બનેલી ઘટના કે જેમાં અઢી વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી લાશના ટુકડા કરી ફેંકી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તેના શરીરમાં મોટા આંતરડા મળ્યા નથી, કિડની મળી નથી,આંખો મળી નથી,હાથ-પગ પણ હત્યા પહેલા કાપી નાખવામાં આવ્યા છ.આ રિપોર્ટ વાંચી માનવ પણ જાનવર કરતા વધારે હેવાન બની ગયો હોય તેમ લાગે છે.આ અમાનવીય કૃત્યની પણ સજા એવી હોવી જોઈએ જેથી આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા મળે અને ક્યારેય પણ દેશમાં આવી ઘટનાઓ ના બને તે માટે સરકાર યોગ્ય કાયદો બનાવી તાત્કાલિક પગલાં ભરે, કયાં સુધી માસુમ બેન દીકરીઓને આવી ઘટનાનો શિકાર બનવું પડશે તેમની સુરક્ષાનુ પૂરતું ધ્યાન સરકાર તરફ થી કરવામાં આવે એવી આશા અને ન્યાયન સાથેની અપેક્ષા રાખી આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં હિન્દુ યુવા વાહિની અને જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા...

Next Story