Connect Gujarat
Featured

જ્હોન અબ્રાહમે મેરા ભારત મહાન કવિતાનો વીડિયો શેર કર્યો, ‘સત્યમેવ જયતે’ ફેમ ડિરકેટર મિલાપ ઝવેરીએ કવિતા લખી

જ્હોન અબ્રાહમે મેરા ભારત મહાન કવિતાનો વીડિયો શેર કર્યો, ‘સત્યમેવ જયતે’ ફેમ ડિરકેટર મિલાપ ઝવેરીએ કવિતા લખી
X

કોરોના વાઇરસ મહામારીમાં જ્યારે આખું વિશ્વ લડી રહ્યું છે ત્યારે લોકોને હિંમત આપવા જ્હોન અબ્રાહમે એક કવિતા શેર કરી છે. સોશિયલ મીડિયા પર મેરા ભારત મહાન કવિતાનો વીડિયો શેર કરી તેણે લખ્યું કે, ભારત અને દુનિયા માટે આશા, હિંમત અને ધન્યતાની કવિતા.

https://www.instagram.com/p/B_Hw4hLlGqU/

વીડિયોમાં જ્હોન કવિતા બોલે છે જેના અમુક શબ્દ છે, સડકે હૈં અબ લાવારિસ, ઘર પર બૈઠા ઇન્સાન હૈ, જહાં ખેલતે થે સબ બચ્ચે, ખાલી વો મૈદાન હૈ. મંદિર ઔર મસ્જિદ હૈ બંધ, ખુલી રાશનકી દુકાન હૈ, હોંસલા હૈ ફિર ભી દિલોમેં ક્યોંકિ મેરા ભારત મહાન હૈ.

આ કવિતા ‘સત્યમેવ જયતે’ ફેમ ડિરેક્ટર મિલાપ ઝવેરીએ લખી છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં હતો. મેરા ભારત મહાન કવિતાના વીડિયોનો કન્સેપ્ટ પણ મિલાપ ઝવેરીનો જ હતો.

Next Story