Connect Gujarat
ગુજરાત

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા BTPનાં બેનર હેઠળ લડી શકે છે ચૂંટણી ?

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા BTPનાં બેનર હેઠળ લડી શકે છે ચૂંટણી ?
X

JDUનાં ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાને ચૂંટણીપંચે JDUનાં નિશાન પરથી ચૂંટણી ન લડી શકે તેવો આદેશ આપ્યો હતો. જેથી હવે છોટુ વસાવા BTPનાં બેનર હેઠળ ચૂંટણી લડી શકે છે.

ચૂંટણી પંચે શુક્રવારે જેડીયુનાં ચૂંટણી ચિન્હ અંગે નીતિશ કુમારના નેતૃત્વવાળા જેડીયુને ચૂંટણી ચિન્હ 'તીર' આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. તેમજ છોટુભાઈ વસાવાની અરજીને પણ ચૂંટણી પંચે ફગાવી દીધી છે. આ સાથે જ ચૂંટણી પંચે શરદ યાદવ જૂથને જોરદાર ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે નીતિશ કુમાર પાસે ધારાસભ્યોનું પુરતું સમર્થન હોવાનું જણાવી તીરનું નિશાન આપ્યું છે.

જેડીયુનાં પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે મિડીયાને જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચે અમારા આ દાવાને માન્યો છે. પંચના નિર્ણય પછી હવે પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશે. તીર આદિવાસી ક્ષેત્રમાં ઘણું જ લોકપ્રિય છે. અમને આશા છે કે ગુજરાતમાં પાર્ટીને સારો એવો સપોર્ટ મળશે.

જો કે છોટુભાઈ વસાવા અને કોંગ્રેસ સાથેનાં ગઠબંધનની વાત ચાલી રહી છે,જો એમ નહિં થાય તો છોટુભાઈ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી ( BTP )નાં બેનર હેઠળ ચૂંટણી લડી શકે છે તેમ તેઓના સહાયક અંબાલાલ જાદવે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ.

Next Story