Connect Gujarat
ગુજરાત

ઝાલોદમાં ચોમાસાના વરસાદ બાદ ગંદકી ફેલાતા રોગચાળાનો ફેલાવાનો ભય

ઝાલોદમાં ચોમાસાના વરસાદ બાદ ગંદકી ફેલાતા રોગચાળાનો ફેલાવાનો ભય
X

ઝાલોદ શહેર રાજયનું છેલ્લું અને બે રાજયોની સરહદે આવેલું શહેર ગણાય છે.પાલિકા વિસ્તારમાં ૩૦ હજાર ઉપરાંત વસ્તી વસવાટ કરે છે.તેમજ પાલિકામાં સાત પેટા પરાના ગામોનો સમાવેશ થાય છે. નગર પાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી કાયમી ચીફ ઓફિસરની સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવી નથી. કરાર આધારિત નિવૃત અધિકારીઓની ભરતી કરીને પાલિકાનું ગાડું ચલાવી રહયા હતા.ત્યારે હાલમાં ત્રણ માસથી કરાર આધારિત ચીફ ઓફિસરની મુદ્દત પૂર્ણ થતાં ઝાલોદ પાલિકામાં જગ્યા ખાલી પડી છે. સરકાર દ્વારા પાલિકાનો વહીવટ કરવા ચાર્જ દેવગઢ બારિયા ચીફ ઓફિસરને સોપવામાં આવ્યો હતો. કોઈક કારણોસર ચીફ ઓફિસરે રાજીનામુ ધરી દેતા ઝાલોદ પાલિકાનો ચાર્જ દાહોદ સોપાયો હતો.

ત્રણ માસથી પાલિકા ચાર્જમાં ચાલતા નગરના વિકાસના કામો પર બ્રેક વાગેલી જોવા મળી હતી. સાથે જ ચોમાસા પહેલાની પ્રિ-મોનસૂન કામગીરી પણ અટકી પડતાં નગરમાં ઠેર-ઠેર પાણીનો ભરાવો થયો હતો.જેના કારણે ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફેલાવો ભય જોવા મળ્યો છે.તેમજ ખાડાઓ તથા રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં લાઇટ વિના આધારપટ છવાયો હતો.આમ પાલિકા ચાર્જમાં ચાલતા કર્મચારીઓને પણ વહીવટી કામગીરીને લઈને દોડધામ કરવી પડી રહી છે.જેથી કાયમી ચીફ ઓફિસર ભરતી કરવી જરૂરી બન્યું છે.

ઝાલોદ નગરમાં પાલિકા દ્વારા પ્રિ-મોનસૂનની કામગીરી કરવામાં ન આવતા ઠેર-ઠેર વરસાદી પાણીના ધાબોચિયા ભરાતા નગરજનોને ભારે હાલાકી વેઠવી પડે છે.

Next Story