Connect Gujarat
દુનિયા

ઝિમ્બાબ્વે: એક બસ દુર્ઘટનામાં 42થી વધારે લોકોના મોત

ઝિમ્બાબ્વે: એક બસ દુર્ઘટનામાં 42થી વધારે લોકોના મોત
X

મુસાફરી દરમિયાન કોઇ યાત્રીના સામાનમાં ગેસ ટેન્ક હતી જેમાં વિસ્ફોટ થતા બસમાં આગ લાગી

ઝિમ્બાબ્વેમાં એક બસ દુર્ઘટનામાં 42થી વધારે લોકોના મોત થયા હતા. પોલીસના રિપોર્ટ મુજબ ગેસ ટેન્ક ફાટવાથી આ દુર્ઘટના ઘટી હતી. ગુરૂવાર રાત્રે બનેલી ઘટનામાં 42થી વધારે લોકોનો ભોગ લેવાયો હતો. સૂત્રો મુજબ બસમાં મુસાફરી કરી રહેલા એક યાત્રી તેની સાથે ગેસ ટેન્ક લઇને જઇ રહ્યો હતો, જેમાં કોઇ કારણોસર વિસ્ફોટ થતા સમગ્ર બસ આગના ઝપેટામાં આવી હતી.

ઝિમ્બાબ્વે સરકારના રિપોર્ટમાં પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, કોઇ યાત્રીના સામાનમાં ગેસ ટેન્ક હતી, જેમાં વિસ્ફોટ થતા સમગ્ર બસ આગના ઝપેટામાં લપટાઇ ગઇ હતી. રિપોર્ટ મુજબ મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો આગમાં લપેટાઇને ગંભીર રીતે દઝાયા હતા.

આ ભયાનક દુર્ઘટના પછી ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મંગાગ્વાએ રસ્તાઓની સલામતી વધારવાની જરૂરિયાત જણાવી હતી. નોંધનીય છે કે ઝિમ્બાબ્વેમાં રોડ અકસ્માત સામાન્ય ઘટના છે. ઝિમ્બાબ્વેમાં માર્ગો ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં છે અને ત્યાંના વાહનવ્યવહારને લગતા કાયદાઓ, ખાસ કરીને વાહનચાલકને લગતા કાયદાઓની અવગણના સામાન્ય બાબત રહી છે.

Next Story