Connect Gujarat
દુનિયા

ઝુકરબર્ગ અને સુંદર પિચાઇ ભારતના મહાન ગણિતજ્ઞ ના નામે બનાવશે ફાઉન્ડેશન

ઝુકરબર્ગ અને સુંદર પિચાઇ ભારતના મહાન ગણિતજ્ઞ ના નામે બનાવશે ફાઉન્ડેશન
X

ગુગલના સીઇઓ સુંદર પિચાઇ અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજના નામે એક ફાઉન્ડેશન બનાવવાનો નિર્ણય કર્યો છે.તેમણે આ નિર્ણય રામાનુજ પર આધારિત ફિલ્મ 'ધ મેન હુ ન્યુ ઇનફીનીટી' જોયા બાદ લીધો હતો.

25b449af-2651-44e1-b99c-ebcb5ebf1a9c

સિલિકોન વેલી ખાતે આ ફિલ્મનું સ્ક્રિનીંગ યોજવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાની જાણીતી હસ્તીઓને આમંત્રણ અપાયું હતું. માર્ક ઝુકરબર્ગ અને સુંદર પિચાઇને પણ ફિલ્મના સ્ક્રિનીંગમાં હાજર રહેવા માટે આમંત્રણ અપાયું હતું. ફિલ્મ જોયા બાદ માર્ક ઝુકરબર્ગ અને સુંદર પિચાઇ રામાનુજથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે રામાનુજના નામે ફાઉન્ડેશન બનાવવાનું નક્કી કર્યું હતું.

મહાન ગણિતજ્ઞ રામાનુજનો જન્મ 22 ડિસેમ્બર, 1887માં કોઇમ્બતૂરમાં થયો હતો. તેમણે ગણિતમાં ખાસ શિક્ષણ મેળવ્યું ન હતું. તેમ છતાં તેઓ તેમણે ગણિતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. માત્ર 32 વર્ષની વયે ટી.બી.ના કારણે તેમનું નિધન થયું હતું.

Next Story