Connect Gujarat
ગુજરાત

ટપુડો ક્યારેય મોટો નહિ થાય,સ્વ તારક મહેતાના સંસ્મરણો વાગોળતા તેમના મિત્ર જીતુ ગોટેચા

ટપુડો ક્યારેય મોટો નહિ થાય,સ્વ તારક મહેતાના સંસ્મરણો વાગોળતા તેમના મિત્ર જીતુ ગોટેચા
X

હાસ્ય સાહિત્ય સમ્રાટ પદ્મશ્રી તારક મહેતાની વિદાયે સાહિત્ય જગત સહિત તેમના ચાહકોને ઉંડા આઘાતમાં ગરકાવ કરી દીધા છે, ત્યારે તેઓની સાથે નજીકનો ધરોબો ધરાવતા રાજકોટના જીતુ ગોટેચાએ તેમની સાથેની યાદગાર પળોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રાજકોટના જીતુભાઈ ગોટેચા છેલ્લા 25 વર્ષથી તારક મહેતા સાથેનો ધરોબો ધરાવે છે.કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જીતુ ગોટેચાએ જણાવ્યુ હતુ કે 25 વર્ષ પહેલા તારક મહેતાને વિનુભાઈ કોટેચા એવોર્ડ ચિત્રલેખા તરફથી આપવામાં આવ્યો હતો. ત્યારે તેમની દીકરીએ તારક મહેતાને મળવા માટે પત્ર લખવાનુ કહ્યુ હતુ.

તેઓએ તારક મહેતાને પત્ર લખેલો અને પત્રમાં તેમને મળવાની ઈચ્છા વયક્ત કરી. બસ ત્યાર થી જીતુભાઈના પરિવાર સાથે તારક મહેતા મળવા ગયા અને સંબંધની સોડમ કાયમી મહેકતી થઈ ગઈ હતી.

રાજકોટ મનપા અને મિશન સ્માર્ટ સીટી ટ્ર્સ્ટ દ્વારા છેલ્લા કેટલાંય માસથી રાજકોટને સાચા અર્થમાં રંગીલૂ બનાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરી શ્રેષ્ઠતાના શીખરે પહોંચી છે.અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ની ટીમે રાજકોટની મુલાકાત લીધી હતી.આ ટીમમાં ખુદ તારક મહેતા પણ રાજકોટના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તારક મહેતાએ કહ્યુ હતુ કે ટપુળો ક્યારેય મોટો નહી થાય.

જીતુ ગોટેચાએ તારક મહેતા સાથેના યાદગાર પ્રસંગોને યાદ કરીને ભારેહૈયે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Next Story