Connect Gujarat
દેશ

ટાઇગર શ્રોફની બીજી ફિલ્મ ‘બાગી’ થઇ રિલીઝ

ટાઇગર શ્રોફની બીજી ફિલ્મ ‘બાગી’ થઇ રિલીઝ
X

શબ્બીર ખાનની ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી ફિલ્મ ‘બાગી’ આજે રિલીઝ થઇ છે. પ્રેમ કથા પર આધારિત આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે.

ફિલ્મમાં ટાઇગર શ્રોફ બળવાખોર રોનીનું પાત્ર ભજવી રહ્યો છે. જેને શિસ્તના પાઠ ભણાવવા માટે તેના પિતા પોતાના મિત્રની માર્શલ આર્ટની એકેડમીમાં મોકલે છે. એકેડમીમાં તેની મુલાકાત વાદળો સાથે વાતો કરતી આનંદી છોકરી સિયા સાથે થાય છે. બંને પ્રેમમાં પડે છે. પરંતુ તેમની લવ સ્ટોરીમાં વિલન રાઘવની એન્ટ્રી થાય છે.

Cham-Cham-–-Baaghi-New-Hindi-Movie-Song-And-Lyrics

‘હિરોપંતી’ના 2 વર્ષ બાદ ટાઇગર શ્રોફ ‘બાગી’માં દેખાયો છે. ‘બાગી’ ઇન્ડોનેશિયન ફિલ્મ ‘ધ રેઇડઃ રેડેમ્પ્શન’ અને તેલુગુ ફિલ્મ ‘વર્ષમ’થી પ્રેરિત છે. ફિલ્મના પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા છે. ‘બાગી’ કેરલા અને બેંગકોકમાં શૂટ કરવામાં આવી છે.

Next Story