Connect Gujarat
બ્લોગ

ટાબરિયાની વેદના

ટાબરિયાની વેદના
X

પાંચ વર્ષનું ટેણિયું મમ્મીને કહે, “આવતે વર્ષે મારી સ્કૂલ બદલી નાંખો.” મમ્મી પૂછે , “કેમ ?” ટેણિયાનો જવાબ સાંભળીને મમ્મી બેહોશ. ટેણિયો કહે, “પ્લે હાઉસ, નર્સરી, લોઅર કે.જી.માં મારા ટીચર કેટલા સ્લીમ એન્ડ બ્યુટીફૂલ હતા. નેકસ્ટ યર તો પેલી ભદ્દીમેમ ક્લાસટીચર તરીકે અપર કે.જી.માં આવશે. આવી એલી (હાથીનું બચ્ચું) ક્લાસમાં હોય તો રોમેન્ટીક મુડ જ ના જામે !” મમ્મીએ કહ્યું, “તુ સ્કુલમાં ભણવા જાય છે કે ટીચરને જોવા ?” પણ, મમ્મી એમનો અવાજ પણ એમના જેવો જ ભદ્દો છે. સાલુ આંખને નહી, કાનને તો ગમવુ જ જોઈએને !

માર્ચ મહિનો એટલે પરીક્ષા. એપ્રિલ સુધી આ ભારણ રહેશે. જૂન સુધી વેકેશન અને પછી નવું સત્ર. બાળમંદિર તો હવે રહ્યા નથી, પ્લે ગૃપનો રાફડો ફટ્યો છે ત્યારે એનું સંચાલન કરતા બિનઅનુભવી સંચાલકો ટાબરિયાની વેદનાને ધ્યાનમાં રાખશે. ટીચર તો સ્લીમ એન્ડ બ્યુટીફૂલ હોવા જોઈએ. ટીચર હસમુખા હશે તો એમનું જાડાપણું સ્વીકાર્ય. અવાજ કર્ણપ્રિય હોવો જ જોઈએ. જે સ્કુલમાં ટીચર માટે યુનિફોર્મ છે ત્યાં પ્રશ્ન નથી, જયાં નથી ત્યાં લેડી ટીચરના વસ્ત્રપરિધાનને વિદ્યાર્થીઓ માર્ક કરે છે. સ્વચ્છ, સુઘડ, રંગબેરંગી, વસ્ત્ર પરિધાન કરશો તો ચાલશે. ભડકાઉ નહિ. ૩૦-૪૦ મિનિટ ક્લાસરૂમમાં ભણાવવાનું છે, તમારી સાડી કે દુપટ્ટો વારંવાર સરખો કરવો પડે, ચંપલ કે સેન્ડલનો અવાજ આવે, મોજડી પગમાં આંટણ પડે એવું કોઈ જોખમ લેશો નહિ. બેધ્યાન બનશો તો તમને થતી કનડગતો પર બાળકોનું ધ્યાન બનશે. શિક્ષક છો, નસીબદાર છો, વેકેશન મળે છે એમાં શરીર પર ધ્યાન આપો, બેડોળ બનતું અટકાવો, જાતને શણગાર માટે ખર્ચ કરો છો, એમાં કાપ મુકી, શરીર સુડોળ, સ્વસ્થ રહે એ માટે સજાગ બનો.

ટાબરિયાને બીજી સ્કુલમાં એડમિશન લેવાની માથાકૂટ માંથી મમ્મીને બચાવો.

Next Story