Connect Gujarat
સમાચાર

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટથી હરાવીને સિરીઝ પર મેળવ્યો કબ્જો

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 10 વિકેટથી હરાવીને સિરીઝ પર મેળવ્યો કબ્જો
X

ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને10 વિકેટથી માત આપીને બે મેચોની ટેસ્ટ સિરીઝને 2-0થી જીતી લીધી છે. રાજકોટ ટેસ્ટની જેમ ભારતીય ટીમે હૈદરાબાદમાં પણ મહેમાન ટીમને ત્રણ દિવસમાં ધરાશાયી કરી થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારત તરફથી ઓપનિંગ કરવા ઉતરેલ પૃથ્વી શો અને લોકેશ રાહુલે ક્રમશ: 33-33 રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી દીધી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઈનિંગમાં 311 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 367 રન જ બનાવી શકી. પ્રથમ ઈનિંગના આધાર પર ટીમ ઈન્ડિયાને 56 રનની લીડ મળી હતી. તે પછી બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને જીત માટે 72 રનનું ટાર્ગેટ મળ્યો

Next Story