Connect Gujarat
બ્લોગ

ટેન કમાન્ડમેન્ટસ્ ટીચર્સ

ટેન કમાન્ડમેન્ટસ્ ટીચર્સ
X

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ‘મોટીવેશનલ ટોક ફોર ઓલ ટીચર્સ’ સેમિનાર યોજાયો. બીજા વક્તા. શ્રી રણછોડભાઈ શાહ, મેનેજીંગ ટ્રસ્ટી, એમિટિ સ્કુલ, ભરૂચ.

‘ટેન કમાન્ડમેન્ટસ્ ટીચર્સ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.

  1. Know Your Students Nearly.

આ વાક્યમાં બે શબ્દો અગત્યના છે. Know અને Nearly.

શિક્ષક છો એટલે તમારો સીધો સંબંધ, પહેલી અગત્યતા વિદ્યાર્થી છે, એને ઓળખો.

જ્યારે આપણે એવું સાંભળીએ છીએ કે કોઈ આપણને કે બીજાને ‘હું તને બરાબર ઓળખું છું એમ કહે એટલે સમજવું કે કહેનાર ખૂબી અને ખામી જાણે છે.’

શિક્ષકનો રોલ વિદ્યાર્થીની ખામી દૂર કરવાની એની ખૂબીને પ્રોત્સાહિત કરવાનો છે. આ કામ ખૂબ જ અઘરું છે. વર્ગખંડમાં ૩૦, ૪૦ વિદ્યાર્થી હોય બધાની ખામી-ખૂબી ઓળખવાની ઉપરાંત સમયબદ્ધ અભ્યાસક્રમ પતાવવાનો અને વાલીની અપેક્ષા પ્રમાણે વિદ્યાર્થીનો ગ્રેડ આપવાનો. મને ખાત્રી છે કે જે સ્કુલમાં શિક્ષણનું સામ્રાજ્ય છવાય ત્યાં આ બધું શક્ય છે.

  1. Be in good terms with the Parents / Gardians of your Students.

શિક્ષક વિદ્યાર્થીના વાલી સાથે જેટલો સુમેળ સાંધશો એટલું વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં ફળ મળશે એ જ શિક્ષકધર્મ છે.

  1. Be Neutral and Empathetic.

આમાં પણ બે ગુણ સાથે વિકસાવવાના છે. શિક્ષકે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ અંજાય જાય એવું વર્ણન કરવાની સહેજ પણ જરૂર છે. અને બીજો ગુણ સમાનાભૂતિ. તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થીઓને (ડફોળ શબ્દ નથી વાપરતો, કારણ શિક્ષક ડફોળ હોઈ શકે વિદ્યાર્થી નહિં) એકસરખી રીતે ટ્રીટ કરવાના છે.

  1. Have a good commond over the language.

શિક્ષક છો, કોઈ ચોક્કસ જ્ઞાતિ, વિસ્તારના છો એટલે પરિવાર માંથી ત્યાંથી તમારી ભાષાની છાંટ જરૂર વર્તાય પણ જે વિષય ભણાવો છો એમાં બ્લેકબોર્ડ કે હવે તો સ્માર્ટબોર્ડ પર કંઈ લખો ત્યારે જ લખો તેની જોડણી શુદ્ધ, સુવાચ્ય અક્ષરોમાં હોય અને બોલો ત્યારે શક્ય એટલા સ્પષ્ટ ઉચ્ચાર કરશો તો તમારું પ્રત્યાયન (Communication) બધા સુધી પહોંચશે.

  1. Create Enthusiasm and Exitement torwards Learning.

બી.એડ, એમ.એડ, એમ.ફિલ કે પી.એચ.ડી.ની ઉપાધી મળી ગઈ એટલે નોકરી સિક્યોર થઈ ગઈ એમ માનશો નહિં. તમારે વર્ગખંડમાં શ્રેષ્ઠ શિક્ષક પુરવાર થવાનું છે. માત્ર અભ્યાસક્રમ પુરો કરવો એટલું પુરતું નથી. એજ્યુકેશન પ્લસ તમે શું આપ્યું ? એ મહત્વનું છે. એ માટે તમે અપગ્રેડ અને અપડેટ રહેવું પડશે.

  1. Content Mastery is Must.

નિરંતર અવ્વલ રહેવું અતિ આવશ્યક. એ માટે સ્કુલની લાયબ્રેરી, ગામ કે શહેરના પુસ્તકાલયો, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ તમારી સેવામાં હાજર છે. સવાલ છે તમે કેટલો સમય આપો છો. સેંકડો ચેનલ્સ છે, તમે કંઈ જુઓ છો, કેટલુંક મેળવો છો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ફિલ્મો મલ્ટીપ્લેક્ષમાં રજૂ થઈ છે કેટલીક આંખ ઉઘાડનારી તો કેટલીક રૂવાંડા ખડા કરી દે તેવી છે. શિક્ષકે ફિલ્મ જોવી જોઈએ એમ હું માનું.

  1. Be Humonres and lively by nature.

સોગિયું મોઢુ લઈને વર્ગખંડમાં કદાપી ના જશો. સ્કુલના કંપાઉન્ડમાં પ્રવેશો એટલે ઘર, પરિવારના તમારા પર્સનલ, સોશ્યલ પ્રશ્નોને ત્યાં જ દફનાવી દો. શિક્ષકખંડમાં શક્ય હોય ત્યાં સુધી શૈક્ષણિક વાતો કરો. વિષયના પ્રશ્નો હોય તો સિનિયર જોડે તેની ચર્ચા કરો. ઉકેલ મળશે. ‘સ્માઈલ ઓન યોર ફેસ ઈઝ યોર એસેટ’.

  1. Develop good bonding with co-workers and administration.

સહ કાર્યકર જોડેના તમારા સુચારુ સબંધો શિક્ષકની મૂડી છે. શૈક્ષણિક Polytricks માં પડો નહિ. શાળાના શિક્ષકો માટેના નિયમો છે તેનુ પાલન કરો. પરિજન (Peon)થી માંડી Principal સાથેનો તમારો વ્યવહાર ઉત્તમ રાખો. તમારી મુશ્કેલીને યોગ્ય જ્ગ્યાએ રજૂઆત કરો. ઉકેલ મળશે જ !

  1. Be Professional not Commercial.

શિક્ષણ પવિત્ર છે. શિક્ષણ અર્થોપાજનનું સાધન છે. આ વ્યવસાયમાં તમારૂ મગજ વ્યાપારીકરણ તરફ ન ઢળે એ મન અને મસ્તિસ્કમાં રાખજો. પગારધોરણ સુધર્યા છે એટલે શિક્ષક ભૂખે મરે એવું નથી બનવાનું. પૈસા પાછળની દોડને બ્રેક મારશો.

  1. Adopt Pleasant and decent attires.

વર્ગખંડમાં દાખલ થતા શિક્ષકનું વિદ્યાર્થીઓ નખશિખ નિરીક્ષણ કરે છે. તમે કેવું શર્ટ, પેન્ટ, બેલ્ટ, શુઝ, શોક્સ કે સાડી, બ્લાઉઝ, પર્સ, ડ્રેસ, દુપટ્ટો કેવો છે. એનું મેચિંગ એની ડીસન્સી આંખને ગમે તેવી છે કે નહિ. ભડકાવ કે ચમકતા વેશપરિધાનથી દૂર રહેશો.

હેરસ્ટાઈલ, સોફ્ટ મેક-અપ ઓકે. શક્ય હોય તો પરફ્યુમથી દૂર રહેશો. આજ વાત વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ તાસ દરમ્યાન ક્યારેક કહેતા રહેશો. યુનિફોર્મ અને શારિરીક ચોખ્ખાઈ બાબતે.

મને ખાત્રી છે કે સ્વામિ વિવેકાનંદની બધી જ સ્કુલસના શિક્ષકગણ આ દસ આદેશોનું પાલન વત્તા ઓછે અંશે કરી જ રહ્યા છે. જાગૃત આચાર્યો, સંચાલકો અને ટ્રસ્ટીગણોનું ત્રિવેણી સંગમ સ્વામિ વિવેકાનંદનું નામ સાર્થક કરે છે, કરતા રહેશે, એજ અભિલાષા.

Next Story