Connect Gujarat
સમાચાર

ટેસ્ટ મેચમાં 2 ડબલ સેન્ચ્યુરી કરનાર પ્રથમ કેપ્ટન બન્યો કોહલી

ટેસ્ટ મેચમાં 2 ડબલ સેન્ચ્યુરી કરનાર પ્રથમ કેપ્ટન બન્યો કોહલી
X

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ ડબલ સેન્ચ્યુરી પુરી કરી દીધી છે.

ઇન્દોર ખાતે રમાઇ રહેલ આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટીંગનું પ્રદર્શન કરતા ડબલ સેન્ચ્યુરી પુરી કરી દીધી હતી.

આ સાથે જ કોહલીએ તેની કારકિર્દીની બીજી ડબલ સેન્ચ્યુરી ફટકારી દીધી હતી. અગાઉ તેમણે વેસ્ટ ઇન્ડિઝ સામે 200 રનનો સ્કોર કર્યો હતો.

તે સાથે જ વિરાટ કોહલી ટેસ્ટ મેચમાં બે સદી કરનાર પહેલા ભારતીય કેપ્ટન બની ગયા છે. આ અગાઉ સુનીલ ગાવસ્કર, નવાબ પટૌડી, સચિન તેંડુલકર કે મહેન્દ્રસિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ સિદ્ધિ નોંધાવી શક્યા નથી.

Next Story