Connect Gujarat
ટેકનોલોજી

ટ્રાઈના આદેશ બાદ જીયોની સમર સરપ્રાઈઝ બંધ

ટ્રાઈના આદેશ બાદ  જીયોની સમર સરપ્રાઈઝ બંધ
X

રિલાયન્સ જીયો દ્વારા 31 માર્ચ સુધીમાં પ્રાઈમ મેમ્બર તરીકે જોડાયને તેના ગ્રાહકોને સમર સરપ્રાઈઝની ઓફર કરી હતી, જોકે ત્યારબાદ કંપનીએ વધુ ગ્રાહકો આ સુવિધાનો લાભ લે તે હેતુ થી 15 એપ્રિલ સુધી સભ્યો માટે જીયોમાં જોડાવવાની તક આપી હતી.

જોકે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) એ રિલાયન્સ જીયોને મોટો ઝટકો આપ્યો છે.ટ્રાઇએ જીયોને સમર સરપ્રાઈઝના 3 માસના કોમ્પલિમેન્ટરી લાભોને પાછા ખેંચવાનો આદેશ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ જીયોએ 15 એપ્રિલ સુધી પ્રાઈમ મેમ્બર બનનાર ગ્રાહકોને સમર સરપ્રાઈઝ ઓફર કરી હતી. જેમાં 30 જૂન સુધી જીયોની બધી સેવાઓ ફ્રી માં મળવાની હતી.ટ્રાઈ ના આદેશને કંપનીએ સ્વીકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ ઓફરને સબસ્ક્રાઇબ કરી ચુકેલા જીયોના મેમ્બરને 3 મહિના માટે ફ્રી સર્વિસનો લાભ મળશે તેમ જાણવા મળ્યુ છે.

Next Story