Connect Gujarat
ગુજરાત

ટ્રિપલ અકસ્માત “Live” : સુરતના પીપોદરા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત,ઘટના સીસીટીવીમાં કેદ

ટ્રિપલ અકસ્માત “Live” : સુરતના પીપોદરા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત,ઘટના સીસીટીવીમાં કેદ
X

મુંબઈ-અમદાવાદ

નેશનલ હાઇવે ઉપર

ટ્રિપલ અકસ્માતની ઘટના બનતા નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. માર્ગ ઉપર

ગાય આવી જતાં તેને બચાવવા એક કાર ચાલકે બ્રેક મારી હતી, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ બસે ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો.

હમેશા

વાહનોના પ્રવાહથી ધસમસતા મુંબઈ-અમદાવાદ

નેશનલ હાઇવે ઉપર ટ્રિપલ

અકસ્માતની ઘટના બની હતી. કીમ ચાર રસ્તા નજીક આવેલ પીપોદરા ગામ પાસે માર્ગ ઉપર ગાય

આવી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલક દ્વારા ગાયને બચાવવાના પ્રયાસ સાથે અચાનક બ્રેક મારતા તેની કાર પાછળ બીજી કાર અને તેની પાછળ

વિધાર્થીઓ ભરેલી બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં જ બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ સીધી

નૅશનલ હાઇવે પર લાગેલા વીજ

પોલના ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી.

ટ્રિપલ

અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં થતાં મોટી દુર્ઘટના ટળી

હતી. ટ્રિપલ અકસ્માત થતાં થોડા

સમય માટે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સમયસર પોલીસ આવી જતા હાઇવે રાબેતા મુજબ શરૂ કરી દીધો હતો. જો કે આ સમગ્ર ઘટના નજીકમાં આવેલ

એક પ્રાઇવેટ કંપનીની બહાર લાગાવેલ સીસીટીવી કેમેરામાં

કેદ થઇ ગઈ હતી.

Next Story