Connect Gujarat
દેશ

ટ્રેનની કન્ફર્મ થયેલી ટિકિટને હવે રદ કરવાને બદલે બીજાના નામે ટ્રાન્સફર પણ કરી શકાશે

ટ્રેનની કન્ફર્મ થયેલી ટિકિટને હવે રદ કરવાને બદલે બીજાના નામે ટ્રાન્સફર પણ કરી શકાશે
X

રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવેથી બુક કરેલી ટિકિટને રદ કરવાને બદલે વ્યક્તિ ઇચ્છે તો પોતાના પરીવારજનના નામે ટ્રાન્સફર કરી શકે છે. ક્યારેક એવા સંજેગો આવે છે કે જ્યારે ટિકિટનું બુકિંગ થઇ જાય છે અને તેેને કન્ફર્મેશન પણ મળી જાય છે. પણ મુસાફરને કોઇ કામ આવી જાય કે અન્ય કોઇ કારણોસર આવી ટિકિટને રદ કરવી પડે છે.

આવા સંજેગોમાં જો વ્યક્તિ ઇચ્છે તો ટિકિટ રદ કરવાને બદલે પોતાના પરિવારજનોમાંથી કોઇના નામે ટ્રાન્સફર કરી શકે છે. જોકે આ કન્ફર્મ ટિકિટને માત્ર બુકિંગ કરનારા વ્યક્તિના પરિવારજનો જેમ કે માતા-પિતા, ભાઇ-બહેન, પત્નિ, પુત્ર કે પુત્રીના નામે જ ટ્રાન્સફર કરી શકાશે. કોઇ મિત્ર કે અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર નહીં કરી શકાય.

જોકે ટ્રેન ઉપડવાની હોય તેના ૨૪ કલાક પહેલા ટિકિટ ટ્રાન્સફર કરવાની એક અરજી આપવાની રહેશે, સાથે પોતાનું ઓળખકાર્ડ જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે આધારકાર્ડ વગેરે આપવાનું રહેશે. આ બધુ રિઝર્વેશન સુપરવાઇઝરને આપવાનું રહેશે. જોકે લગ્ન જેવી વિધિમાં જનારા વ્યક્તિ માટે આ સમયમર્યાદા ૨૪ કલાકને બદલે ૪૮ કલાક કરવામાં આવી છે. જેના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની હોય તેનું આધારકાર્ડ પણ સાથે રાખવાનું રહેશે. જોકે રેલવેએ શરત એ મુકી છે કે તમે આ ટિકિટ માત્ર પરિવારના સભ્યને જ ટ્રાન્સફર કરી શકો છો.

જો મુસાફર સરકારી કર્મચારી હોય તો અન્ય સરકારી કર્મચારીને તે ટિકિટ ટ્રાન્સફર કરી શકે છે, વિદ્યાર્થી હોય તો અન્ય વિદ્યાર્થીને ટ્રાન્સફર કરી શકે છે. જોકે આ દરેક વ્યક્તિના આધાર પુરાવા આપવા પડશે. જોકે આના માટે કોઇ વધારાનો ચાર્જ આપવાનો નહીં રહે કે ટિકિટના જે પૈસા ચુકવવામાં આવ્યા તેમાંથી પણ કાપવામાં નહીં આવે. માત્ર ટિકિટ ધારકનું નામ જ ટ્રાન્સફર થશે બાકીની સ્થિતિ ટિકિટ બુકિંગ સમયે હતી તે જ રહેશે

Next Story