Connect Gujarat
દેશ

ટ્રેનોનાં કોચમાં તા.1 માર્ચથી રિઝર્વેશન ચાર્ટ નહિં લગાડાય

ટ્રેનોનાં કોચમાં તા.1 માર્ચથી રિઝર્વેશન ચાર્ટ નહિં લગાડાય
X

આગામી 1 માર્ચ થી ટ્રેનોનાં કોચમાં ચોંટાડવામાં આવતા રિઝર્વેશન ચાર્ટ બંધ કરી દેવાનો નિર્ણય રેલવેતંત્ર દ્વારા લેવાયો છે. પેપરલેશ નીતિ અને કોચને ગંદા થતા અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. આગામી 6 માસ માટે પ્રાયોગીક ધોરણે દેશભરનાં રેલવે સ્ટેશનો પર તેનો અમલ કરાશે.

પાઇલોટ પ્રોજેક્ટનાં રૃપમાં અગાઉ હઝરત નિજામુદ્દીન, નવી દિલ્હી, મુંબઇ સેન્ટ્રલ, ચેન્નાઇ સેન્ટ્રલ, હાવડા અને સિયાલદાહ સ્ટેશનો પર આ પ્રયોગ કરાયો હતો. જેની સફળતાને જોતા હવે દેશભરનાં એ-1, એ તથા બી શ્રેણીના તમામ રેલવે સ્ટેશનો પર તેનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે રેલવેનાં અધિકારીઓના જણાવ્યા મુજબ આજના આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ સમયમાં પેપરલેશ સિસ્ટમ જરૃરી બની છે. યાત્રીઓને મોબાઇલમાં એસએમએસ દ્વારા કોચ અંગેની જાણકારીઓ અપાઇ રહી છે. તેથી કોચમાં રિઝર્વેશન ચાર્ટની જરૃરીયાત રહેતી નથી. જોકે તમામ રેલવે સ્ટેશનોનાં પ્લેટફોર્મ પર ડીજીટલ અને ભૌતિક રૃપથી રિઝર્વેશનચાર્ટ લગાવવામાં આવશે. તેમાં કોઇ ટેકનીકલ ખામી આવવાના સંજોગોમાં જ કોચમાં આ ચાર્ટ લાગશે.

Next Story