Connect Gujarat
સમાચાર

ઠંડીની મોસમે જમાવટ કરતા શાકભાજીનાં ભાવમાં ધટાડો

ઠંડીની મોસમે જમાવટ કરતા શાકભાજીનાં  ભાવમાં ધટાડો
X

શિયાળાની શરૂઆત થતાંજ શાકભાજીનાં ભાવો ઘટાડો થતા ખેડૂતો,અને મોટા વ્યાપારી વર્ગને આર્થિક ફટકો પડી રહ્યો છે. સામાન્ય નાગરીક માટે ભાવો સસ્તા થતા તેમના માટે રાહતના સમાચાર છે. પણ ગરીબોની કસ્તુરી એવા ડુંગરીનો ભાવ હજી પણ આસમાને જોવા મળી રહ્યો છે.

શિયાળાની શરૂઆત થતા શાકભાજીનાં ભાવો તળિયે બેસતા વ્યાપારી તેમજ ખેડૂત વર્ગ પોષણક્ષમ ભાવ નહિ મળતા તેમનામાં નિરાશા જોવામાં મળી રહી છે.

ભાવમાં છેલ્લા 15 દિવસમાં ધરખમ ધટાડો થતા છૂટક બજારમાં એક તબક્કે 100 રૂપિયે કિલો વેચાતી તુવેરસીંગ આજે 30 થી 40 રૂપિયે કિલો વેચાય રહી છે. ભાવ પણ નહિ આપી શકતા વ્યાપારી અને ખેડૂત બંને ને આર્થિક ફટકો પડી રહ્યો છે. તો બીજી તરફ ભાવ 60 થી 70 ટકા ધટી ધરખમ ધટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે હજી પણ ગરીબોની કસ્તુરી ડૂંગરીનો ભાવ આસામને છે. છેલ્લા 1 મહિના થી 800 થી 900 ભાવે સ્થિર થઇ જતા મહિના પૂર્વે 20 થી 30 રૂપિયા કિલો વેચાતી ડુંગરી આજે 40 થી 50 રૂપિયે કિલો વેચાય રહી છે.

# શાકભાજીનાં ભાવોની યાદી :-

શાકભાજી 15 દિવસ પહેલાનો ભાવ હાલ નો ભાવ (પ્રતિ 20 કિલો)

રીંગણ 500 થી 600 200 થી 250

ankleshwar

કોબીજ 400 થી 420 200 થી 250

પાપડી 800થી 1000 200થી 300

ભીંડા 500 થી 600 400થી 450

ટામેટા 600 થી 800 100 થી 200

મરચા 500 થી 600 350 થી 400

ફ્લાવર 300 થી 350 150 થી 200

તુવેરસીંગ 800 થી 900 300 થી 400

ધાણા 900 થી 1000 220 થી 200

કાંદા 700 થી 800 700 થી 800

Next Story