Connect Gujarat
ગુજરાત

ડાંગ:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે આંગણવાડી વર્કર અને આશા બહેનો માટે કાર્યક્ષમતાવર્ધક શિબિર યોજાઈ

ડાંગ:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે આંગણવાડી વર્કર અને આશા બહેનો માટે કાર્યક્ષમતાવર્ધક શિબિર યોજાઈ
X

ડાંગ જિલ્લાનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે આંગણવાડી વર્કર અને આશા બહેનો માકાર્યક્ષમતાવર્ધક શિબિર યોજાઈ હતી.

વર્લ્ડ વિઝન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આંગણવાડી

વર્કર અને આશા બહેનો માટે કાર્યક્ષમતા વર્ધક શિબિરનું આયોજન હાથ ધરાયુ હતું.જે

શિબિરમાં ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય મંગળ ગાવીતે ઉપસ્થિત રહી કુપોષણ,બાળલગ્ન તેમજ

આંગણવાડીમાં જતા બાળકોનાં વાલીઓ શિક્ષિત થાય તો ઉપરોક્ત પ્રશ્નથી ડાંગ મુક્ત બની

શકેનું સરળ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

વઘઇ કૃષિ વિદ્યાલયનાં આચાર્ય જે.જે.પસ્તોગીયાએ કુપોષણ

દૂર કરવા માટે ઉપસ્થિતોને લીલી શાકભાજી ખાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.જ્યારે

જી.જી.ચૌહાણે નાની ઉંમરે થતા લગ્ન અટકાવી જાગૃતિ ઉપર ભાર મુકવા આહવાન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં વર્લ્ડ વિઝનનાં મેનેજર સહિત કર્મચારીઓ તથા વઘઇ નગરનાં અગ્રણી બબલુ

સહિત વઘઇ તાલુકાનાં આશાબહેનો અને આંગણવાડી વર્કરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા

હતા.

Next Story