Connect Gujarat
ગુજરાત

ડાંગ જિલ્લાની ટીમ અંડર-14 ખોખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન અને અંડર-17 માં રહી રનર્સઅપ

ડાંગ જિલ્લાની ટીમ અંડર-14 ખોખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન અને અંડર-17 માં રહી રનર્સઅપ
X

બીલીઆંબા પ્રાથમિક શાળાનો રાજ્યમાં સતત ત્રીજા વર્ષે

ગોલ્ડ મેડલ..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં છેવાડાનાં સુબીર તાલુકામાં આવેલ

બીલીઆંબા પ્રાથમિક શાળાનાં બાળકોને ખેલમહાકુંભનાં રમતોત્સવ થકી પ્રગતિ સાધવા સફળતા

મળી છે.આ વર્ષે યોજાયેલ ખેલમહાકુંભ-2019માં શાળામાંથી બાસ્કેટબોલ,રસ્સાખેંચ,અને ખોખો મળીને કુલ 6 ટીમોએ

રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો,જેમાં ખોખોની સ્પર્ધા વલસાડ

જિલ્લામાં યોજાઈ હતી.

જ્યાં આ ડાંગના બીલીઆંબા પ્રાથમિક શાળાનાં બાળકોએ

ઉત્કૃષ્ટ દેખાવ કરતા ફાઇનલમાં ભરૂચ જિલ્લાની ટીમને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો,જ્યારે અંડર-17 ખોખોની સ્પર્ધા ભરૂચનાં માંડવા ખાતે યોજાઈ

હતી,જેમાં સરકારી માધ્યમિક શાળા આહવાનાં બાળકોએ સિલ્વર મેડલ

મેળવી ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે આ ડાંગની બન્ને શાળાઓમાંથી વર્ષ

2010 થી 2019 દરમ્યાન 36 ખેલાડી બાળવીરોએ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી પામી

રાષ્ટ્રીય કક્ષાએ રમી ચુક્યા છે,સાથે હાલમાં અંડર-14

અને અંડર-17 ખોખોની સ્પર્ધાનાં 08 ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમ વતી રાષ્ટ્રીય

કક્ષાએ પસંદગી થતા આ ખેલવીરોને ડાંગ કલેકટર એન.કે.ડામોર સહિત જિલ્લા શિક્ષણ

અધિકારી મણિલાલ ભુસારા તથા શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Story