Connect Gujarat
ગુજરાત

ડાંગ: સુબિર ખાતે યોજાયો સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ

ડાંગ: સુબિર ખાતે યોજાયો સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ
X

૧૩૫ દર્દીઓએ લીધો લાભ,૧૮૦ વ્યક્તિઓને પીવડાવાયો ઉકાળો

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સરકારી જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ગત બુધવારના રોગ નવરચિત સુબિર તાલુકા મથકે સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

સુબિરના હાટબજારમાં આવતી હજ્જારોની ગ્રામીણ પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ ધરઆંગણે ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે આયોજિત આ સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનો લાભ દિવસ દરમિયાન ૧૩૫ જરૂરિયાતમંદ પ્રજાજનોએ લીધો હતો. સાથે આયુર્વેદિક ઉકાળાનો લાભ પણ હાટબજારમાં આવેલા પ્રજાજનો પૈકી ૧૮૦ લોકોએ લીધો હતો.

આ ઉપરાંત આયોજકો દ્વારા આહવા તાલુકાના ગડદ ગામની આંગણવાડીના બાળકોની પણ ચિકિત્સા હાથ ધરવામાં આવી હતી. અહીં ૧૭ લાભાર્થી બાળકોને આયુર્વેદિક રસાયણ આપવા સાથે તેમના વાલીઓને આ બાબતે જાગૃત કરાયા હતા. સાથે વધઇ તાલુકાના નડગચોંડ ખાતે પણ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પના આયોજન સાથે ગ્રામીણ પ્રજાજનોની ચિકિત્સા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ.દિગ્વેશ ભોયે તથા બરડીપાડાના મેડીકલ ઓફિસર ડૉ.હેતલ ગામીતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં આયુર્વેદિક હોસ્પિટલના કર્મયોગીઓ સહયોગી બન્યા હતા.

Next Story