Connect Gujarat
દુનિયા

ડાયાબિટીસનાં દર્દીઓમાં ચિંતા જનક વધારો

ડાયાબિટીસનાં દર્દીઓમાં ચિંતા જનક વધારો
X

દર વર્ષે વિશ્વમાં 14મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે મનાવવામાં આવે છે અને સાથે 14મી નવેમ્બરે જ ભારતમાં રાષ્ટ્રીય બાળ દિવસ એટલે કે નેશનલ ચિલ્ડ્રન્સ ડે મનાવાય છે. અન્ય તમામ રોગોમાં ડાયાબીટીસનાં દર્દીઓ દેશમાં સૌથી વધુ રહ્યા છે અને તેમાં પણ બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યુ છે.

નેશનલ સર્વે મુજબ 66 ટકા બાળકોમાં શુગરનું અનિયિમત પ્રમાણ જોવા મળ્યુ છે તથા કુલ બાળ દર્દીઓમાં 90 ટકા બાળકો ટાઈપ-1 ડાયાબિટીસના શિકાર છે.

હાલ ભારતમાં 4 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. મોટા ભાગે લોકોમાં એવી માન્યતા છે કે ડાયાબિટીસ એક ઉંમરે થાય છે અને ખાસ કરીને હાયપર ટેન્શન તેમજ ખાવા-પીવાની આદતોથી થતો રોગ છે. જે મોટા ભાગે 40 થી લઈને 70 વર્ષ સુધીના લોકોમાં જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે.

Next Story