Connect Gujarat
દેશ

ડિજિટલ ઈન્ડિયાથી જરૂરી વસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ થવા લાગીઃ PM

ડિજિટલ ઈન્ડિયાથી જરૂરી વસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ થવા લાગીઃ PM
X

કેન્દ્ર સરકારે 4 વર્ષમાં ડિજિટલ સશક્તિકરણના દરેક પાસા પર વિશેષ ધ્યાન આપ્યું હોવાનું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નમો એપની મદદથી દેશભરના ડિજિટલ ઈન્ડિયાના લાભાર્થીઓને સંબોધ્યા હતા. તેમના સંબોધનમાં તેમણે જણાવ્યું કે, ડિજિટલ ઈન્ડિયાનો પહેલેથી જ સંકલ્પ રહ્યો છે કે દેશના સામાન્ય વ્યક્તિ, યુવાનો, ગ્રામીણોને ડિજિટલ સાથે જોડવા, તેઓને ડિજિટલી સશક્ત કરવા. વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લાં 4 વર્ષમાં અમે ડિજિટલ સશક્તિકરણના દરેક પાસા ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. જેના માટે લગભગ ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટર પણ ખોલવામાં આવ્યાં છે.

વડાપ્રધાને કહ્યું કે, આજે સ્કૂલમાં ભણતા બાળકો માત્ર સ્કૂલમાં ભણાવાતા પુસ્તક પૂરતાં જ સીમિત નથી રહ્યા. પરંતુ ડિજિટલ ઈન્ડિયાની મદદથી ઈન્ટરનેટના માધ્યમથી કોઈપણ પુસ્તકોને વાંચી શકે છે. પહેલાં આ વાતની માત્ર કલ્પના હતી કે, રેલવે ટિકિટ લાઈનમાં ઊભા રહ્યાં વિના બુક થઈ શકે છે. અથવા રસોઈ ગેસ કલાકો લાઈનમાં ઊભા રહ્યાં વિના મળી શકે છે. પરંતુ હવે ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી આ બધું જ શક્ય બન્યું છે.

કાર્યક્રમમાં સામેલ લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યાં હતા. જેમાં હરિયાણાની એક CSC સાહસિકે પોતાના અનુભવો જણાવતા કહ્યું કે, આજે તે CSCના કારણે ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છે. આજ કારણસર ડિજિટલ ઈન્ડિયા પર બોલવા માટે અનેક જગ્યાએ આમંત્રણ આપવામાં આવે છે. તેને ત્યાં સરકારની અનેક પ્રકારની સેવાઓનો ડિજિટલ ફોર્મ છે. અને તેઓએ અહીંથી અનેક લોકોને ડિજિટલી સાક્ષર બનાવ્યાં છે. જે બાદ વડાપ્રધાન મોદીએ મહિલા ઉદ્યમીને ડિજિટલ સાક્ષર કરવાના પ્રયાસની ઘણી પ્રશંસા કરી હતી અને અભિનંદન આપ્યાં હતા.

Next Story