Connect Gujarat
ગુજરાત

ડીસા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદ કેન્દ્ર ખાતે નિગમના મજૂરો અને માર્કેટયાર્ડ મંજુર એસોસીએશન વચ્ચે ઝપાઝપી

ડીસા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદ કેન્દ્ર ખાતે નિગમના મજૂરો અને માર્કેટયાર્ડ મંજુર એસોસીએશન વચ્ચે ઝપાઝપી
X

ડીસા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદ કેન્દ્ર ખાતે નિગમના મજૂરો અને માર્કેટયાર્ડ મંજુર એસોસીએશન વચ્ચે ઝપાઝપી સર્જાતા અફડાતફડી સર્જાઈ હતી.પરિણામે ખરીદ કેન્દ્ર મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતો અટવાયા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="84072,84073,84074,84075"]

બનાસકાંઠા જિલ્લામાં સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ આવ્યા છે. જિલ્લામાં બટાકા બાદ મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે વિવિધ જગ્યાએ માર્કેટયાર્ડ ખરીદ કેન્દ્રો શરૂ કર્યાની સાથે જ વિવાદોમાં આવ્યા છે.ડીસા માર્કેટયાર્ડ ખાતે નાફેડ દ્રારા સેમ્પલો લઈ ખરીદી કરવામાં આવી છે ત્યારે ડીસા માર્કેટયાર્ડ ખાતે સોમવારે મગફળી ખરીદ કેન્દ્ર પર નિગમના મજૂરો અને માર્કેટયાર્ડના મજૂરો વચ્ચે સામાન્ય બાબતે રકઝક સર્જાઈ હતી.

જોકે મામલો બીચકતા મજૂરોમાં વિવાદ સર્જાતા મજૂરો આમને સાંમને આવી ગયા હતા અને મજૂરો બાખડયા હતા.બનાવના પગલે ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયો હતો.પરિણામે ખરીદ કેન્દ્ર પર મગફળી ખરીદવાનું બંધ કરાતા ખેડૂતો અટવાયા હતા.જોકે સોમવારે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવામાં આવતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો.જોકે અગાઉ પણ ખેડૂતોએ ખરીદ કેન્દ્ર પર નાફેડ દ્રારા ભેદભાવ ભરી નીતિ અપનાવતા હોવાના આક્ષેપો કર્યા છે.ત્યારે ઉચ્ચ અધિકારી દ્રારા મગફળી ખરીદ કેન્દ્ર પર તટસ્થ તપાસ હાથ ધરાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે...

Next Story