Connect Gujarat
ગુજરાત

ડેન્માર્ક : ગુજરાતી સમુદાયે કરી દિવાળીની ઉજવણી, સજી રંગોળી અને ફૂટયાં ફટાકડા

ડેન્માર્ક : ગુજરાતી સમુદાયે કરી દિવાળીની ઉજવણી, સજી રંગોળી અને ફૂટયાં ફટાકડા
X

દુનિયાના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયેલા ગુજરાતી પરિવારો દીવાળી સહિતના તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી કરતાં હોય છે. યુરોપમાં આવેલાં ડેન્માર્કમાં સ્થાયી થયેલાં ગુજરાતી પરિવારોએ દિવાળીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. જેમાં ગુજરાતી સિવાય દેશના અન્ય પ્રાંતોના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ડેન્માર્ક ગુજરાતી સમાજના નેજા હેઠળ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સ્કેવેન્ડીયન દેશ ગણાતા ડેન્માર્કમાં 100 કરતાં વધારે ગુજરાતી પરિવારો વસવાટ કરે છે. દેશની રાજધાની કોપનહેગનમાં દીવાળી ઇવેન્ટ -2019 માં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. આયોજનના સ્થળે કલાત્મક રંગોળી તૈયાર કરી ગુજરાત જેવો માહોલ ઉભો કરાયો હતો. દીવાળીની ખુશી વ્યકત કરવા ફટાકડા પણ ફોડવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ડેન્માર્ક ગુજરાતી સમાજના અધ્યક્ષ વૈશવ સોની, અને સેક્રેટરી મૌલિક ભટ્ટ સહિતના હોદેદારો અને સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તેમણે ભવિષ્યમાં વધુ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. ડેન્માર્કમાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને એક તાંતણે બાંધી રાખવા માટે અંકિત પટેલ સહિતના યુુવાનો ઉત્સાહ અને ધગશથી કામગીરી કરી રહયાં છે અને તેમના પ્રયાસોથી ગુજરાતી સમાજ વિવિધ તહેવારોની અનોખી રીતે ઉજવણી કરી રહયો છે.

Next Story