Connect Gujarat
ગુજરાત

ડોકટરોની હડતાળના કારણે ડાયાબીટીસથી પીડિત એક સગીરનું સિવિલમાં મોત

ડોકટરોની હડતાળના કારણે ડાયાબીટીસથી પીડિત એક સગીરનું સિવિલમાં મોત
X

નાનપણથી જ જુવેનાઈલ ડાયાબીટીસથી પીડિત એક સગીરને ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે યોગ્ય સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વાંદરિયા ગામનો ૧૭ વર્ષીય સગીર સંદિપ વસાવા નાનપણ થી જ જુવેનાઈલ ડાયાબીટીસની ગંભીર બીમારીથી પીડાતો હતો.જેને ગતરોજ તેના પરિવારજનો એ પ્રથમ સારવાર અર્થે ઝઘડિયાની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જે બાદ તેને વધુ સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સવાર થી રાત સુધી તેને સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત ગંભીર હોય તેનું મોત નીપજ્યું હતું.સગીર ના મોત ને લઈ તેના પરિવારજનોએ હોસ્પીટલમાં યોગ્ય સારવાર ન મળી હોવાના કારણે સગીરનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.

એક તરફ ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ફિજીસીયન તરીકે ડોક્ટર દિવસ માં માત્ર ત્રણ કલાક માટે જ આવે છે તો બીજી તરફ ડોકટરો ની હડતાળ ના કારણે ફિજીસીયન મળી શક્યા ન હતા જેથી મૃતક સંદિપ વસાવાને યોગ્ય સારવાર મળી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ ની સિવિલ હોસ્પીટલ ઘણીવાર અનેક વિવાદો માં આવતી રહે છે ત્યારે સિવિલ હોસ્પીટલ તબીબો ની અછત ને વહેલી તકે પુરવામાં આવે તો જેથી આવા નિર્દોષો ના જીવ બચી શકે તેમ છે.

Next Story