Connect Gujarat
ગુજરાત

ઢુંઢર ખાતે થયેલ દુષ્કર્મના પગલે કરજણમાં યોજાઇ ઠાકોર તથા અન્ય જ્ઞાતિના અગ્રણીઓની કેન્ડલ માર્ચ

ઢુંઢર ખાતે થયેલ દુષ્કર્મના પગલે કરજણમાં યોજાઇ ઠાકોર તથા અન્ય જ્ઞાતિના અગ્રણીઓની કેન્ડલ માર્ચ
X

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામની એક ચૌદ માસની ઠાકોર સમાજની માસુમ બાળા પર આચરાયેલા પાશવી દુષ્કર્મના પગલે ગુજરાતના સમગ્ર ઠાકોર સમાજના લોકોમાં ભારે આક્રોશ

સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામની એક ચૌદ માસની ઠાકોર સમાજની માસુમ બાળા પર અનુપમ સિરામિક કંપનીમાં સર્વિસ કરતા એક નરાધમ કથિત કર્મચારી દ્વારા આચરાયેલા પાશવી દુષ્કર્મના પગલે ગુજરાતના સમગ્ર ઠાકોર સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બાળા સાથે આચરાયેલા દુષ્કર્મના પ્રત્યાઘાતરૂપે ગુજરાતભરમાં ઠાકોર સમાજ દ્વારા ઠેર ઠેર રેલીઓ, ધરણા, પ્રદર્શનો યોજી દુષ્કર્મ આચરનાર નરાધમને સખ્તમાં સખ્ત સજા કરાવવાની માંગ થઇ રહી છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="68158,68159,68160,68161"]

જે અંતર્ગત ગતરોજ મોડી સાંજે કરજણ નગરના ઠાકોર સમાજ તેમજ તમામ સંપ્રદાયના લોકોએ ભેગા મળી માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપીને સરકાર દ્વારા કઠોરમાં કઠોર સજા કરાવાય અને ઠાકોર સમાજની દીકરીને ન્યાય મળે તે માટે વડોદરા જિલ્લાના કરજણ નગરમાં ઠાકોર તથા અન્ય જ્ઞાતિના અગ્રણીઓની આગેવાની હેઠળ એક કેન્ડલ માર્ચ યોજાઇ હતી.

આયોજિત કેન્ડલ માર્ચમાં ઠાકોર સમાજના લોકો તથા કરજણ નગરના અન્ય જ્ઞાતિના લોકો પણ રેલીમાં જોડાયા હતા. કરજણ નગરના બસ ડેપો પાસેથી નીકળેલી કેન્ડલ માર્ચ રેલીમાં ખુબ જ મોટી સંખ્યામાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ ભાગ લઇ ગુજરાતની દિકરીને યોગ્ય ન્યાય મળી રહે અને દુષ્કર્મ આચરનારા નરાધમને સખતમાં સખ્ત સજા થાય તેવી માંગ સાથે અને ભવિષ્યમાં આવી શરમજનક અન્ય કોઈ ઘટના ન બને તે હેતુસર આરોપીને સરકાર દ્વારા કડકમાં કડક સજા કરાવી સમાજમાં દાખલો બેસે એવી માંગ ઉઠવા પામી હતી.

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઠાકોર સેનાના વડોદરા જિલ્લાના પ્રમુખ સુનીલભાઇ, કરજણ તાલુકા પ્રમુખ વિજયભાઇ, કરજણ કરણી સેનાના પ્રમુખ જયેન્દ્રભાઇ, મહાકાલ સેનાના પ્રમુખ પૃથ્વીરાજસિંહ, ગુજરાત ઠાકોર સેનાના વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના પ્રભારી ભીખાભાઈ ઠાકોર પણ આયોજિત કેન્ડલ માર્ચમાં જોડાયા હતા.

Next Story