Connect Gujarat
ગુજરાત

તંત્રની ઉદાસીનતાના પગલે થઈ બિનવારસી મૃતદેહોની આવી તે કેવી અવદશા...જુઓ શું બન્યું..!

તંત્રની ઉદાસીનતાના પગલે થઈ બિનવારસી મૃતદેહોની આવી તે કેવી અવદશા...જુઓ શું બન્યું..!
X

વારંવાર ચર્ચામાં રહેતી ભરૂચ સિવિલ હોસ્પીટલના સત્તાધિશો આટલી ફરીયાદો છતાં તેમના પેટનું પાણી પણ ના હાલતું નજરે પડયું હતું. સૌથી ખેદજનક વાત તો એ છે કે, આ સત્તાધિશો મોતનો મલાજો જાળવવામાં પણ નિષ્ફળ ગયા હોય તેમ, આજે કોઇ વારસદાર આવશે અને મને અવ્વ્લ મંઝીલે પહોંચાડી મોક્ષ પ્રાપ્તિ કરાવશેની ઝંખનામાં તેમજ પોલીસ દ્વારા બિનવારસી લાશ વગે થાય તો કેસ ફાઇલ કરવાની ઉતાવળમાં બેધ્યાન રખાતું હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.

આ તમામ બિનવારસી લાશોનો આખરે કોઇ વારસદાર ન મળતાં તેમનો વારસદાર બની તેમની અંતિમ ક્રિયા કરતા ભરૂચ શાંતિવન સ્મશાનના કેર ટેકર ઘર્મેશ સોલંકીની આંખો પણ ભરૂચ સિવિલ હોસ્પીટલના પી.એમ. રૂમમાં કોલ્ડ સ્ટોરેજની જગ્યાએ બહાર મુકાયેલ બિનવારસી મૃતદેહોને જોઇ ભીંજાઇ જવા પામી હતી.

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં આવેલ પી.એમ રૂમમાં મૃતદેહો બહાર અને નકામો સામાન કોલ્ડ સ્ટોરેજમાં મુકાતો હોવાની હકીકત બહાર આવી છે. સામાન્ય રીતે ભરૂચ જિલ્લા અને શહેરમાંથી બિનવારસી મૃતદેહના સગા મળી જાય એ હેતુ સાથે આવતા પોલિસકર્મી કે જેમની જવાબદારી છે, આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની અને આ કોલ્ડ સ્ટોરેજ ખરેખર ચાલુ છે કે કેમ તે જોવાની જવાબદારી પી.એમ.સમયે જેતે તબીબે પી.એમ કર્યું હોય એની અને સાથે લાશ મુકનાર સ્વીપરની ? તો કેમ મોતનો મલાજો જાળવવામાં સિવિલ તેમજ સંલગ્ન તંત્ર નિષ્ફળ એ પ્રશ્ન એ ભારે જોર પકડ્યું છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પી.એમ.રૂમ માં પાંચ જેટલા મૃતદેહો કે જેનું કોઈ વાલી વારસ ન હોઈ તેવા બિનવારસી મૃતદેહો છેલ્લા બે દિવસ થી ખસ્તા હાલતમાં છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની સાચવણી માટે કોલ્ડ સ્ટોરેજ બનાવામાં આવેલ છે એક સાથે છ જેટલા મૃતદેહો મૂકી સકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે. પણ અહીં તો મૃતદેહોને સાચવવાની જગ્યા પર મૃતદેહોને ડી-કમ્પોઝ હાલત માં મુકવા માટે આવતા હોય તેમ દેખાઇ આવે છે.

તંત્ર દ્વારા તાકીદે કોઇ પગલા ભરી મોતનો મલાજો જળવાય તેવી પ્રજામાંગ ઉઠી છે.

Next Story