Connect Gujarat
ગુજરાત

કલકત્તામાં મહિલા તબીબ ઉપર હુમલાની ઘટનામાં ભરૂચના તબીબો પણ જોડાયા

કલકત્તામાં મહિલા તબીબ ઉપર હુમલાની ઘટનામાં ભરૂચના તબીબો પણ જોડાયા
X

ભરૂચના 250 તબીબોની 24 કલાકની હડતાળ

પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ ઉપર દર્દીના પરિજનોના જીવલેણ હુમલાના સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. અગાઉ ભરૂચ જિલ્લાના તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી આવેદન આપ્યા બાદ આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમના ભગરૂપે ભરૂચના 250 તબીબો સવારે 6 થી મંગળવાર સવારે 6 કલાક સુધી હડતાલ ઉપર ઊતરી ગયા હતા. જેને લઈ દર્દીઓની હાલત દયનિય બની ગઈ હતી.

ભરૂચ જિલ્લાના ઇન્ડિયલ મેડિકલ એસોસિયન સાથે જોડાયેલા તબીબોએ બપોરે 12 કલાકે ગંગોત્રી હોટલમાં પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાને વખોડી કાથી હતી. સાથે જ તબીબો કે હોસ્પિટલ, ક્લિનિકમાં થતી તોડફોડ, હુમલા સામે તાત્કાલિક કડક કાયદો લાગુ કરવાની માંગણી કરી હતી. હોસ્પિટલ, ક્લિનિક ઓપીડી બંધ વચ્ચે દર્દીઓની હાલત કફોડી બની હતી. જોકે ઇમરજન્સી કેસ તબીબોએ સંભાળ્યા હતા.

Next Story