Connect Gujarat
ગુજરાત

તરણેતરના ચાર દિવસીય ભાતીગળ મેળાનો પ્રારંભ

તરણેતરના ચાર દિવસીય ભાતીગળ મેળાનો પ્રારંભ
X

સુરેન્દ્ર નગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામે પરંપરાગત તરણેતરનો મેળો યોજાય છે,જે માત્ર સ્થાનિક લોકોજ નહિ પરંતુ દેશ વિદેશના યાત્રીઓ પણ મેળો માણવા આવે છે.

સુરેન્દ્ર નગર થી અંદાજિત 57 કિલોમીટરના અંતરે આવેલ પાંચાળ વિસ્તાર એવા તરણેતર ગામના ત્રિનેતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં વર્ષો થી પરંપરાગત અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ મેળો યોજાય છે.તારીખ 4 થી સપ્ટેમ્બર થી શરુ થયેલો આ મેળો તારીખ 7 મી સપ્ટેમ્બર સુધી યોજાશે.

unnamed (8)

આ ભાતીગળ મેળામાં માત્ર સ્થાનિક લોકો જ નહિ પરંતુ દેશ વિદેશ માંથી પણ સહેલાણીઓ મોટી સંખ્યમાં મેળાની મજા માણવા ઉમટી પડે છે.આ મેળામાં માલધારી ઓ નો હુડા રાસ,ભરત ભરેલી છત્રી અને પરંપરાગત વેશભુષા સહિત વિવિધ આભુષણો,ખાણીપીણી ના સ્ટોલ વિગેરે પણ મેળો મહાલ્વા આવતા સહેલાણીઓ માં આકર્ષણનું કેન્દ્ર બને છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તારીખ 6 સપ્ટેમ્બર ના રોજ તરણેતર મેળાની મુલાકાત લેશે અને ત્રિનેતેશ્વર મહાદેવ મંદિરે શિવપુજન કરીને રામોત્સવની મુલાકાત લેશે.

unnamed (10)

મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે,વધુમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા ગોઠવીને પણ મેળાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

Next Story