Connect Gujarat
ગુજરાત

તસવીર બોલે છેઃ દીકરીએ માતાને આવી રીતે કરી સન્માનિત, માની આંખો છલકાઈ

તસવીર બોલે છેઃ દીકરીએ માતાને આવી રીતે કરી સન્માનિત, માની આંખો છલકાઈ
X

દીકરી વ્હાલનો દરીયો....એ વાતને સાર્થક કરતી એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. વાત છે એક દીકરી અને તેની માતાની. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા એક ગામની દીકરી પોલીસ વિભાગમાં ભરતી થઈ. તેણે 9 મહિનાની તાલીમ પૂર્ણ કરી અને દિવસ હતો દીક્ષા ગ્રહણ કરવાનો.

વડોદરા પોલીસ તાલીમ શાળામાં કુલ 788 લોકરક્ષક મહિલા તાલીમાર્થીઓની પ્રથમ બેચનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તમામ મહિલા લોકરક્ષકમાંથી એક આદિવાસી પરિવારની યુવતીને પોલીસ ખાતામાં નોકરી મળવાનો આનંદ તેના કરતા તેના પરિવાર માટે વધુ મહત્વનો હતો. યુવતી સરિતા વસાવા 9 હિનાની તાલીમ પૂર્ણ કરી દીક્ષા લેવાની હતી. ત્યારે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત હતા તેની માતા અને દાદી.

[gallery td_select_gallery_slide="slide" ids="44251,44252,44253,44254,44255,44256,44257,44258,44259,44260"]

દીક્ષાંત સમારોહ બાદ સરિતાએ પોતાની માતા અને દાદીમાના ખભે રાઈફલ મૂકી પોતાની નોકરી જાણે માતાને જાણે સન્માનિત કરી હતી. દીકરીના કોમળ હાથોએ માતાના ખભે બંદુક મૂકી આનંદ વ્યક્ત કરતાં સરિતાની માતા ગદગદિત થઈ ગઈ હતી. સરિતાનું આ સંદર્ભે કહેવું છે કે, મારી માતા તરફથી આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ ટેકો મળ્યો છે. આદિવાસી પરિવારની દીકરી હોવા ઉપરાંત માતા અને દાદીમા દ્વારા મળેલા મનોબળના કારણે જ હું આજે પોલીસ દળમાં સ્થાન મેળવી ચૂકી છે.

માતાએ ખેતીમાં આકરી મજૂરી કરીને આગળ વધારી હોવાનું પણ સરિતાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે પોલીસ ભરતીમાં 33 ટકા મહિલા અનામતની જોગવાઈ કરતાં ચાલુ વર્ષે વધુ 788 મહિલા લોકરક્ષકને તાલીમ આપી પોલીસદળમાં ભરતી કરાઈ હતી. જેમને દીક્ષા આપ્યા બાદ પોતાના કાર્યક્ષેત્રનાં પોલીસ મથક ફાળવવામાં આવ્યા છે. જ્યાં તેઓ પોતાની ફરજ બજાવશે.

Next Story