Connect Gujarat
ગુજરાત

તાપી : સ્ત્રી સશક્તિકરણ અને નારી વિષયક યોજનાઓના માર્ગદર્શન માટે યોજાયું “નારી સંમેલન”

તાપી : સ્ત્રી સશક્તિકરણ અને નારી વિષયક યોજનાઓના માર્ગદર્શન માટે યોજાયું “નારી સંમેલન”
X

રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં નારી અદાલત યોજનાની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને નારી વિષયક યોજનાઓનું માર્ગદર્શન મળે તે હેતુથી ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલા અંકોલીયાના અધ્યક્ષપદે વ્યારા સ્થિત શ્યામા પ્રસાદમુખર્જી હોલ ખાતે નારી સંમેલન યોજાયું હતું.

મહિલાઓને બંધારણીય અને કાનૂની હક્કોના રક્ષણ માટે તથા મહિલાઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસની સાથે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના આશયથી વર્ષ ૨૦૦૫માં ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના કરવામા આવી હતી. મહિલાઓને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય મળી રહે અને તેમને થતા અન્યાયો સામે પોતાનો અવાજ ઉઠાવી શકે તે માટે મહિલા આયોગ સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં નારી અદાલતના પ્રયોગને મળેલી સફળતાથી પ્રેરાઈને કેન્દ્ર સરકાર ગુજરાતના ‘નારી અદાલત’ યોજનાના મોડેલનું દેશભરમાં અમલીકરણ કરવવા જઈ રહી છે. હાલ ગુજરાતમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત છે. મહિલા આયોગ દ્વારા રાજયભરના દરેક તાલુકા મથકે નારી અદાલતો શરૂ કરવાનું લક્ષ્ય છે. મહિલા આયોગ અને નારી અદાલતના કારણે અત્યાર સુધીમાં મહિલાઓને લગતા હજારો કેસોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. પરિણામે રાજયમાં મહિલાઓ માટે કાર્યરત કરવામાં આવેલી નારી અદાલતો ખૂબ ઉપકારક બની રહી છે. મહિલા આયોગમાં સ્ત્રીઓ પોતાના પ્રશ્નોને એક સાદા કાગળ પર હસ્તલિખિત સ્વરૂપે રજૂ કરે તો પણ આયોગ ન્યાય અપાવે છે. મહિલાઓ તેમના હક્કોથી વાકેફ થાય, સમાજમાં કુરિવાજો, અંધશ્રદ્ધાથી મુક્ત થાય તેમજ જાતિય સતામણીનો ભોગ ન બને તે માટે મહિલા આયોગ દ્વારા રાજ્યભરમાં ૩૦૦ તાલુકામાં કાયદાકીય કાર્યક્રમો-નારી સંમેલનો યોજવામાં આવ્યા છે. ઉપરાંત શાળા કોલેજો-યુનિવર્સીટી દ્વારા નારી અધિકારોની જાણકારી આપવાની શરૂઆત કરીને ૨૭ કોલેજો અને યુનિવર્સીટીમાં મહિલા જાગૃત્તિના સેમિનાર પણ યોજવામાં આવ્યા હતા.

Next Story