Connect Gujarat
ગુજરાત

તારાપુર નજીક માર્ગ અકસ્માતમાં ચારના મોત

તારાપુર નજીક માર્ગ અકસ્માતમાં ચારના મોત
X

તારાપુર બગોદરા હાઈવે પર કસ્બારા નજીક અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જયારે એક વ્યક્તિ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ પામનારમાં બે પુરુષ અને બે સ્ત્રીઓ છે. ત્રિપલ અકસ્માતની આ ઘટનામાં બે ટ્રક તથા એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃત્યુ પામનાર તમામ મહારાષ્ટ્રના રહેવાશી હોવાનું બહાર આવ્યું છે. તમામ મૃતકો ને પી.એમ માટે તારાપુર હોસ્પીટલ ખસેડાયા છે. ઘટના કસ્બારા નજીક ઓનેસ્ટ હોટેલ સામે સર્જાઈ હતી જેથી કસ્બારા પોલીસે ઘટના સ્થળે દોડી વધુ તાપસ હાથ ધરી હતી.

Next Story