Connect Gujarat
ગુજરાત

તિલકવાડાની સગીરાનું અપરહણ કરી દુષ્કર્મ આચરનારો શખ્સ ઝડપાયો

તિલકવાડાની સગીરાનું અપરહણ કરી દુષ્કર્મ આચરનારો શખ્સ ઝડપાયો
X

તિલકવાડા તાલુકાની સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જેમાં પોલીસે છોટાઉદેપુર તાલુકાનાં ભંગીયાવાડનાં જયેશ ભીલની ધરપકડ કરી દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ જેલ ભેગો કર્યો હતો.

તિલકવાડા પોલીસનાં જણાવ્યા મુજબ ગત તારીખ ૧૮ એપ્રિલનાં રોજ છોટાઉદેપુર તાલુકાનાં ભંગીયાવાડનાં જયેશ ભીલે તિલકવાડા તાલુકાની એક સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો. જે સંદર્ભે સગીરાના પિતાએ તિલકવાડા પોલીસ મથકમાં પોતાની દીકરીનું અપરહણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે શોધખોળ કરતાં સગીરા અને યુવક બન્નેને મોરબી ખાતેથી એક પાણીની ફેકટરીમાંથી શોધી કાઢ્યા હતા. સગીરાનાં મેડીકલ ચેકઅપમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હેવાનું ફલિત થયું હતું. જે સંદર્ભે પેલીસે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમો મુજબનો ગુનો દાખલ કરીને આરોપી જયેશને જેલ હવાલે કર્યો હતો.

Next Story