Connect Gujarat
ગુજરાત

તું મારી બહેનના મોબાઇલ પર કેમ ફોન કરે છે ? કહી પાઇપ વડે કરાયો હુમલો

તું મારી બહેનના મોબાઇલ પર કેમ ફોન કરે છે ? કહી પાઇપ વડે કરાયો હુમલો
X

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલા મંગલેશ્વર ગામમાં રહેતા દીપક સુરેશ વસાવા પર તેજ ગામના રહેવાસી રાહુલ અજીત વસાવાએ પોતાની બહેનને દીપક ફોન કરતો હોવાની શંકા રાખી પ્લાસ્ટિકની પાઇપ વડે દીપક પર હુમલો કરતા દિપકના જમણા હાથે ફ્રેક્ચર થતાં દીપકે રાહુલ વિરૂધ્ધ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગતરોજ ધૂળેટીના પર્વ નિમિત્તે દીપક મોટરસાઇકલ લઇ નિકોરા ગામમાં શાક લેવા ગયો હતો અને શાક લઇ દિપક પરત જઈ રહ્યો હતો.તે વખતે ભાજીથીના મંદિર પાસે મંગલેશ્વર ગામના રાહુલ અજીત વસાવાએ દિપક પાસે લિફ્ટ માંગતા દીપકે રાહુલને મોટરસાયકલ પર બેસાડી મંગલેશ્વર ગામ તરફ જતો હતો.તે વેળા રસ્તામાં સાંજના સાતેક વાગ્યે મઢી ઘાટ ભૂત મામાની ડેરી પાસે દીપકે મોટરસાયકલ ઉભી રાખી મંદિરના પાછળના ભાગે પેશાબ કરવા જતાં રાહુલ પણ ગયો હતો અને રાહુલે દીપકને ગમે તેમ ગાળો બોલી કહ્યું કે તું મારી બહેનના મોબાઇલ પર કેમ ફોન કરે છે ?

તેમ કહી ગાળો બોલતા દીપકે રાહુલને ગાળો બોલવાની ના પાડતાં રાહુલે દિપક સાથે ઝપાઝપી કરી ધક્કો મારી જમીન પર પાડી દઇ નજીકમાં પડેલી પ્લાસ્ટિકની પાઇપ લઇ દીપકના જમણા હાથ પર સપાટો મારી તથા બરડા પર પણ પાઇપના બે સપાટા મારી રાહુલ સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. ત્યાર બાદ દીપકે પોતાના ભાઇ દિનેશને ફોન કરી સમગ્ર હકીકત જણાવતાં દિનેશ તથા અશોક ખોડા વસાવાએ દિપકને ઘરે લાવી દિપકની પત્ની તથા ભાઈએ દીપકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરે દીપકને જમણા હાથે ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું. જે સંદર્ભે દિપક સુરેશ વસાવાએ રાહુલ અજીત વસાવા વિરુદ્ધ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story