Connect Gujarat
સમાચાર

ત્રણ દશક પછી ભારતીય સેનામાં નવી તોપનો સમાવેશ કરવામાં આવશે 

ત્રણ દશક પછી ભારતીય સેનામાં નવી તોપનો સમાવેશ કરવામાં આવશે 
X

લગભગ ત્રણ દશકા પછી ભારતીય સેનામાં નવી તોપોનો સમાવેશ થવા જઇ રહ્યો છે. 9 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના દેવલાલીમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન અને સેનાના પ્રમુખ જનરલ બીપિન રાવત દ્વારા એમ -777 તેમજ કે -9 વજ્ર તોપોને સત્તાવાર રીતે સૈન્યમાં સામેલ કરવામાં આવશે.

અમેરિકામાં બનેલી અત્યંત ઓછા વજનવાળી એમ 777 145 હોવિત્ઝર તોપોના સોદા પછી કેટલીક તોપો ભારત આવી છે. અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપોને ભારતમાં ચીનની સીમા નજીક અને અરુણાચલ પ્રદેશ તેમજ લદ્દાખના ઉંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત કરાશે. બીજી તરફ 2019થી 2021ની વચ્ચે દર મહિને દર 5-5 તોપો ભારત આવશે.

કે -9 વજ્ર, 155 એમએમ/52 કેલિબરની હોવિત્ઝર તોપ છે. તેને દક્ષિણ કોરિયા તૈયાર કરીને 100ની સંખ્યામાં ભારતીય સૈન્યને આપી રહ્યું છે. તેથી મેક ઇન ઇન્ડિયા હેઠળ એલએન્ડટી કંપની ભાગીદારી હેઠળ 2019 નવેમ્બર સુધી તૈયાર કરની આપશે. પ્રથમ તોપ 10 નવેમ્બર 2018 સુધી આવશે. તેના પછી 40 તોપ 2019ના નવેમ્બર મહિના સુધી અને ત્યારબાદ 2020 સુધી ભારતીય સૈન્યને મળશે.

ભારતીય સેનાને અત્યારે 400થી વધુ તોપોની જરૂર છે. તેમાં તે આધુનિક તોપો સામેલ છે જે ભારત-પાકિસ્તાન અને ચીનની સીમા પર તૈનાત કરાશે. જેને અત્યંત ઊંચાઇએ તેમજ રણમાં અથવા પછી પૂર્વતીય વિસ્તારોથી લઇને બર્ફિલા ઊંચા સ્થળોએ પણ તૈનાત કરાશે.

ભારતીય સેનામાં સામેલ થવા જઇ રહેલી તમામ તોરો મેક ઇન ઇન્ડિયાના હેઠળ તૈયાર કરાઇ રહી છે. ભારતીય સેનાને 145 તોપો મળવાની પ્રક્રિયામાં વધારો કરવા જણાવાયું છે. મે 2018માં ધનુષ 155/45 કેલિબર વાળી તોપનું યુઝર ટ્રાયલ પોખરણમાં થયું ચૂક્યુ છે. ઓર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડને જણાવાયું છે કે તેઓ 114 તોપો તૈયાર કરી ભારતીય સૈન્યને સોંપે.

Next Story