Connect Gujarat
દુનિયા

થાઇલેન્ડ રેસ્ક્યૂ ઓપરેશનનો અંતઃ 12 ખેલાડીઓ-કોચને સુરક્ષિત બહાર કઢાયા

થાઇલેન્ડ રેસ્ક્યૂ ઓપરેશનનો અંતઃ 12 ખેલાડીઓ-કોચને સુરક્ષિત બહાર કઢાયા
X

બચાવેલા આઠમાંથી 2 બાળકોને ફેફસાંની બીમારી, બાકીના 6 બાળકોને હાયપોથર્મિયા હોવાનું સામે આવ્યું

થાઈલેન્ડમાં છેલ્લાં 18 દિવસથી પૂરના કારણે થાઇ લુઆંગ ગુફામાં ફસાયેલી જૂનિયર ફૂટબોલ ટીમના 12 ખેલાડીઓ અને તેમના કોચને આખરે રેસ્ક્યૂ ઓપરેશનથી બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ રેસ્ક્યુ ટીમે આજે મંગળવારે બાકીના 4 ખેલાડીઓ સહિત કોચને ગુફામાંથી સલામત બહાર કાઢ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="55491,55492,55493,55494"]

રવિવારથી શરૂ થયેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં પહેલાં દિવસે 4 ખેલાડીઓ અને સોમવારે વધુ 4 ખેલાડીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આજે મંગળવારે રેસ્ક્યૂ ઓપરેશન તેના અંતિમ ચરણમાં પહોંચ્યું અને સાંજ સુધી તમામ ખેલાડીઓ અને કોચને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યૂ મિશનના ગવર્નરે જણાવ્યું કે, 'આજે ગુફામાં ફસાયેલા તમામ બહાર આવી જાય તેવી આશા છે.'

રેસ્ક્યૂ ટીમ આજે મંગળવારે જ આ ઓપરેશન સફળતાપૂર્વક અંત થાય તેવું ઇચ્છે છે. જેથી ભારે વરસાદના કારણે કોઇ મુશ્કેલી ના ઉભી થાય. ગવર્નર નારોનગસાકે કહ્યું કે, ગુફામાં પહેલાં દિવસથી જેટલું વોટર લેવલ હતું તેટલું જ આજે પણ છે. 'જો આજે ઓપરેશનમાં કોઇ મુશ્કેલી નહીં આવે તો ગુફામાં કોચ અને 4 બાળકો સહિત ડોક્ટર (થાઇ નેવી સિલ મેડિક) અને 3 (થાઇ) નેવી સિલ જેઓ બાળકોની સાથે મિશનની શરૂઆતથી જ છે તેઓને બહાર લાવવામાં આવશે.' ગવર્નરે કહ્યું કે, આ ઓપરેશન વધુ મુશ્કેલ એટલાં માટે છે કારણ કે અમારે માત્ર બાળકો જ નહીં, નેવી સિલ ઓફિસર્સને પણ બહાર લાવવાના છે.

Next Story