Connect Gujarat
ગુજરાત

દર વર્ષે સતત યુનિવર્સિટીમાં ટોપ-૧૦માં આવતી સાઉથ ઝોનની ભરૂચની એક માત્ર કોલેજ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી

દર વર્ષે સતત યુનિવર્સિટીમાં ટોપ-૧૦માં આવતી સાઉથ ઝોનની ભરૂચની એક માત્ર કોલેજ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી
X

સિધ્ધિ બદલ વિદ્યાર્થીની ઓને સંસ્થાના ટ્રસ્ટી મંડળ,આચાર્ય અને કોલેજ પરિવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા મે માસમાં લેવાયેલ વીન્ટર ૨૦૧૯-૨૦ ની બી. ફાર્મ પરીક્ષામાં યુનિવર્સિટીમાં ટોપ ટેન માં આવનારી વિદ્યાર્થીનીઓને ખુબ - ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત ટકેનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બી- ફાર્મ પહેલા, ત્રીજા અને પાંચમાં સેમેસ્ટરનું પરિણામ ઇન્ટરનેટ ઉપર જાહેર કરાયું હતું. જેમાં એસ.પી.આઇ. વાઇસ. રાજ્ય નાં ટોપ ટેન ની યાદી જાહેર કરાઈ છે.

બેચલર ઓફ ફામાંસીના છઠ્ઠા સેમેસ્ટર ની પરીક્ષાનું જાહેર થયેલા પરિણામમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ભરૂચની વિદ્યાર્થીની હુમાબાનુ ૯.૯૫ એસ.પી.આઇ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે, મલેક અઝબા ૯.૨૭ એસ.પી.આઇ. સાથે રાજ્યમાં તૃતીય ક્રમાંકે અને બોબત મોહસીના ૯.૧૮ એસ.પી.આઇ સાથે રાજ્યમાં ચતૃથ ક્રમાંકે ઝળઝળતી સિધ્ધિ હાસીલ કરીને કોલેજનું ગૌરવ વધાર્યુ છે.

[gallery size="medium" td_select_gallery_slide="slide" ids="88473,88474,88475,88476,88477,88478,88479"]

બેચલર ઓફ ફાર્મસીના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનું જાહેર થયેલા પરિણામમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ભરૂચની વિદ્યાર્થીની પટેલ રૂમાના ૯.૬૪ એસ.પી.આઇ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે ,ખાન તસ્નીમ ૯.૨૯ એસ.પી.આઇ. સાથે રાજ્યમાં ચતૃથ ક્રમાંકે ઝળઝળતી સિધ્ધિ હાસીલ કરીને કોલેજનું ગૌરવ વધાર્યુ છે.

બેચલર ઓફ ફામાંસીના પહેલા સેમેસ્ટરની પરીક્ષાનું જાહેર થયેલા પરિણામમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ભરૂચ ની વિદ્યાર્થીની બક્ષ સાહીમા ૯.૫૯ એસ.પી.આઇ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે, અંસારી જાસ્યા અને પટેલ મિસ્બા ૯.૩૯ એસ.પી.આઇ. સાથે રાજ્યમાં દ્વિતીય ક્રમાંકે ઝળઝળતી સિધ્ધિ હાસીલ કરીને કોલેજનું ગૌરવ વધાર્યુ છે.

આ સિધ્ધિ બદલ વિદ્યાર્થીની ઓને સંસ્થા ના ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને કોલેજ પરિવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે.

Next Story